(1)માળીયામાં આધેડે આપઘાત કરી જીવન ટુકાવ્યું
માળીયાના જુના અંજીયાસરમાં રહેતા હાજીભાઇ અબ્દુલાભાઇ મોવર જાતે મીયાણા ઉવ.55 નામના આધેડે એ ગઈકાલે ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં મચ્છુ નદીના પુર્વ તરફના કાંઠે ફતેપર ગામ જવાના કાચા રોડ ની બાજુમાં આવેલ પાણીની તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સાહીલભાઇ હાજીભાઇ મોવર દ્વારા માળીયા પોલીસને જાણ કરતા, માળીયા પોલીસે તેની એડી નોધ કરી તેના મુત્યુ અંગેનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
(2)હળવદના ચરડવા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
હળવદના ચરાડવા ગામની સીમમાં અરવિંદભાઈ કરસનભાઈની વાડીએ રહેતા જગનભાઈ ક્રિષ્નાભાઇ રાવટાલા ઉ.47 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડો. મણીયાર એ હળવદ પોલીસને જાણ કરતા,પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(3)મોરબીના ઉમીયાનગરમાં યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાધો
મોરબીના ઉમિયાનગરમાં રહેતા અશિષભાઈ લક્ષ્મણભાઈ સનુરા ઉ.25 નામના યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડો.એ બી યાદવે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.
(4)મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં સગીરાએ લોખંડની સીડી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપમા શિરોમણી એપાર્ટમેન્ટમાં રહીને સફાઈ કામ કરતા નેપાળી નંદબહાદુર કાલીબહાદુર ભેરિકારની સગીરવયની પુત્રી જમનાબેન ઉ.15એ કોઈ અગમ્ય કારણોસર એપાર્ટમેન્ટમા પાણીના ટાકા પાસે મુકેલી લોખંડની સીડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ બનાવ અંગે તે નેપાળી નંદબહાદુરે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેની મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી.
(5)મોરબીની નીચી માંડલે આવેલ કેનાલના પાણીમાં ડુબી જતા બાળકનું મોત
મોરબીની નીચી માંડલે જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા રોહન ઈતેશભાઈ કીકડીયા ઉ.-8 એ ગઈકાલે 5 વાગ્યાની આસપાસ નીચી માંડલ કેનાલમાં પડતા પાણીમાં ડુબી જતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ શરુ કરી.
(6)મોરબીના ઘૂટું ગામે આર્થિક ભીસમાં પડેલ યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપરમિલમાં કામ કરી તેના લેબર કવાટર્સમાં રહેતા મૂળ યુપીના વતની ધીરજ અચ્છેલાલ કોલ ઉ.31 નામના શ્રમિકનો કામધંધો બરોબર ચાલતો ન હોય, જેથી તેની આર્થિક પરિસ્થીતી નબળી હોય જે બાબતે મનમા લાગી આવતા પેપર મીલના લેબર ક્વાર્ટરમા નં-09 માં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
(7)મોરબીના પીપળી ગામે શ્રમિક રાત્રે સૂતા બાદ, સવારે જાગ્યો નહી
મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ક્રોક મોઝેક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ રાજસ્થાનનો વતની માનેકચંદ હીરારામ નાયક ઉ.28 નામનો શ્રમિક રાત્રે સૂતા બાદ, સવારે સાથી કર્મચારીઓએ જગાડતા જાગ્યો ન હતો અને અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મરણજનારના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.