મોરબીના સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન કુલદીપભાઈ રાઠોડ એ અગાઉ મહેશભાઇ તુલશીભાઇ પરમાર સાથે લગ્ન થયેલ હોય બાદમાં કોઈ કારણસર તેને કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હતા.બાદમાં ભારતીબેન એ કુલદીપ સાથે લગ્ન કરેલ હોય જે બાબતે નો ખાર રાખી આરોપી કુવાડી જેવા હથીયાર લઈ ફરી.ના ઘરમા પ્રવેશ કરી તથા સાહેદોને ગાળો આપી ઘરમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ભારતીબેનને તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

