હાલમાં અવારનવાર ઓનલાઈન છેતરપીડીના કિસ્સામાં સતત વધતા રહ્યા છે.જેવામાં મોરબીમાં કોઈ અજાણ્યા શખ્સે યુવકને ઓનલાઇન જોબની લાલચ આપી 77 હજારથી વધુ રૂપિયા પડાવી છેતરપીડી કરી. મોરબીના માધાપરમાં રહેતા અને લાલપર ગામની સીમ અર્બનડાય કારખાનામાં કામ કરતા ભરતભાઈ ચમનભાઈ ડાભીએ આરોપી બેંક એકાઉન્ટ નંબર-(1) 00000040 569907058 (2) 00000042 722219861 ના ધારક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.22-03-2024 ના રોજ આરોપીએ ભરતભાઈને ટેલીગ્રામમાં mvs8826.cc/index વાળી લીંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી State Bank of India ના બેંક એકાઉન્ટ નંબર-(1) 00000040569907058 તથા (2) 0000004 2722219861 વાળામાં ફરીયાદીના બેંક ઓફ બરોડાના Account No-03630100023066 વાળામાંથી ફોન પે તથા ગુગલ પે મારફતે ફરીયાદી પાસેથી કુલ રૂ.77,850 મેળવી લઇ ફરીયાદીના નાણા આજદીન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનનાર ભરતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ઓનલાઈન છેતરપીંડી કરનાર સામે ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.