HomeGujaratહળવદમાં હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મીઓને ફરજ પર હાજર થવા ચીફ ઓફિસરે...

હળવદમાં હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મીઓને ફરજ પર હાજર થવા ચીફ ઓફિસરે ફટકારી નોટિસ

હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા 100 જેટલા સફાઈ કર્મીઓ અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે સફાઈ કામદારો સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોય અને તે જ કારણસર તેમના બે ડ્રાઈવર અને એક વોર્ડ પ્યુનને કોઈ પણ પ્રકારની નોટીસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા હોય આ બાબતે તેઓએ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમાં તેઓએ નવા આવેલા સેનેટરી ઈન્સ્પેક્ટર સામે પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ મહિલા કર્મીઓ સાથે ગેર વર્તન કરી રહ્યા હોય આ બાબતે તેઓએ વહેલી તકે છૂટા કરાયેલા કર્મચારીને ફરજ પર રાખવામાં નહી આવે ત્યાં સુધી તેઓ પણ કામગીરીથી અળગા રેવાની ચીમકી સાથે હડતાળ પર ઉતરી ગયા હતા હવે આ મુદે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમમાં સફાઈ કર્મચારીઓને તાત્કાલિક કામ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી હડતાળના કારણે શહેરમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે આ સ્થિતિને ધ્યાને રાખી કામ ધંધા પર પરત ફરવા આદેશ કર્યો છે જો તેઓ હાજર નહી થાય તો તમામને છૂટા કરી દેવાસમાં આવશે અને તેમના સ્થાને નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW