HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના દલવાડી સર્કલ પાસે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના દલવાડી સર્કલ પાસે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ત્યાંથી દારૂ સાથે વિનોદભાઈ રાયધનભાઈ પગી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ ઉપરાંત તે સ્થળેથી દારૂ સાથે મુનાભાઈ બાવાભાઈ પરમાર નામના શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી હતી.

(2)મોરબીના રફાળેશ્વર ગામે દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના રફાળેશ્વર ગામે જી.આઇ.ડી.સી.નાકે મધુરમ બેકરી પાસે દારૂ સાથે મહેશભાઈ દિનેશભાઈ ચાવડા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-180 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(3)વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના મીલપ્લોટ ચોકમા જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમતો અસરફ્ભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂા.330 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી

(4)મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જાતા,એકનું મોત

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ સિરામિકના કારખાનમાં વિરમભાઇ ના ભાઈ કામ કરતા હતા, તેના ભાઈ GJ-13-MM-3157 નંબરનું બાઈક લઇ કારખાનેથી ઘરે જઈ રહ્યા હતા અને આરોપી તેનું GJ-36-C-5080 નંબરનું બાઈક ગફલતભરી રીતે અને પુરઝડપે ચલાવી જતો હતો. તે સમયે આરોપી ટ્રક ની આગળ ઓવર ટ્રેક કરતા નેકસીયોન સીરામીકના કારખાનાની સામે વિરમભાઇ ના બાઈક સાથે એકસીડન્ટ થતા વિરમભાઈ ના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. તેના પરિવાર દ્રારા સારવાર માટે રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખસેડી ગયા હતા, ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

(5)મોરબીની માળિયા ફાટક પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતો શખ્સ ઝડપાયો

મોરબીની માળિયા ફાટક પાસે જાહેર માર્ગ પર જીતેન્દ્રભાઈ મહેશભાઈ સનાળિયા તેની GJ-36-W-0771 નંબરની રિક્ષા અડચણરૂપ થાય તે રીતે મૂકી રાખતા અન્ય વાહનચાલકો ને મુશ્કેલી સર્જાઈ હતી.તે શખ્સ વિરુદ્ધ ટ્રાફિક નિયમના ભંગ મામલે મોરબી સીટી-બી ડીવીઝન પોલીસે ગુનો નોધી શખ્સ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW