Sunday, July 7, 2024
HomeGujaratમોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT  એક્ટ હેઠળ સમીક્ષા યોજાઇ

મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT  એક્ટ હેઠળ સમીક્ષા યોજાઇ

આજ રોજ મોરબી જિલ્લા કલેકટર કે. બી ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં આરોગ્યના વિવિધ વિભાગોએ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગર્ભ નિરીક્ષણ, સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, સમગ્ર વર્ષ દરમિયાન કરેલ કામગીરીની માહિતી એકત્ર કરવા, ગામડાઓમાં થઈ રહેલ આરોગ્યની કામગીરીનો સર્વે કરવા, આરોગ્યની વધુ સારી સગવડતા પૂરી પાડવા, સેક્સ રેશિયોનો દર જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતાબેન દવેએ આરોગ્ય ક્ષેત્રની તાલુકાવાર હોસ્પિટલો, ઉપલબ્ધ મેડિકલ સાધનો, સ્ટાફ તેમજ સેક્સ રેશિયોનો દર વિશેની માહિતી રજૂ કરી હતી.  

આ બેઠકમાં કલેક્ટર કે. બી ઝવેરીએ આરોગ્ય ક્ષેત્રે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેવી સૂચરું વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને જણાવ્યું હતું, ઉપરાંત જિલ્લામાં ગર્ભ નિરીક્ષણ અંગે કડક પગલાં લેવા સૂચનાઓ આપી હતી. સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા, ગામડાઓમાં આરોગ્ય વિષયક સર્વે કરવા તેમજ અસરકારક કામગીરી કરવા પણ સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ આરોગ્ય કર્મચારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે જે કર્મચારીઓ કે અધિકારીઓ લાપરવાહી કે બેદરકારી દાખવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. પ્રસૂતી દરમિયાન માતાનું મૃત્યુ ન થવું જોઈએ તેને બચવાવા સંપૂર્ણ પ્રયત્નો થવા જ જોઈએ તે વાત પર ભાર મુકીને સેક્સ રેશિયાનો દર જાળવવા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ ઉપરાંત મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. કવિતાબેન દવે, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પ્રદીપ દૂધરેજીયા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, તમામ તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારી સહિત આ બેઠકના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW