રાજકોટ જીલ્લા ઉપલેટામાં આવેલી ફેક્ટરી પાસે કુવાનું પાણી પીવાના કારણે કોલેરા વકર્યો હતો જેમાં ૫થી વધુ બાળકોના મોત થયા હતા જયારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવા પડ્યા હતા કોલેરાની ઘટના બાદ હવે અન્ય જિલ્લામાં તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા હોય તેમ મોરબી પાલિકા દ્વરા તાજેતરમાં અલગ અલગ સ્થળે ચાલતા બરફના કારખાનેદારોને નોટીસ ફટકારી હતી અને કારખાનેદારો ને તેમની ફેકટરીમાં બનતા બરફનું સરકાર માન્ય લેબોરેટરીમાં તપાસ કરવા અને તે અંગેનું પ્રમાણ પત્ર પાલિકામાં રજુ કરવા સુચના આપી છે રીપોર્ટ મળ્યા બાદ જ તેઓને બરફ બનાવવા અંગે મંજુરી આપવામાં આવશે જો કોઈ કારખાનેદાર આં રીપોર્ટ રજુ કરવામાં નિષ્ફળ સાબિત થશે તો તેના સામે પાલિકા દ્વારા કાયદેસર કાર્યવાહી કરશે તેવી ચીમકી આપવામાં આવી છે