(1)મોરબીના સાપર ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે દારૂ સાથે અઝીમભાઈ આમીનભાઈ ભટ્ટી ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-160 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે શખ્સ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી
(2)વાંકાનેરના ઠીકરીયાળી ગામના બોર્ડ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
વાંકાનેરના ઠીકરીયાળી ગામના બોર્ડ પાસે રોહીતભાઇ જાદવભાઇ ચૌહાણ નામના શખ્સને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ નો કુલ રૂ.-300 મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી હતી.
(3)હળવદના ભવાનીનગર ઢોરામાં દારૂ સાથે ઈસમ પકડાયો
હળવદમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા કિશન ઉર્ફે કાળીયો પ્રવીણભાઈ બાબરીયાના વાડામાંથી ઇંગલીશ દારૂનો જથ્થો મળ્યો હતો. તે આરોપીના વાડામાંથી દારૂ નો કુલ રૂ.-6,500 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(4)માળીયામાં યુવકને છાતીમા દુખાવો થતા સારવાર દરમ્યાન મોત
માળિયાના દેવ સોલ્ટ પ્રાઇવેટ લીમીટેડમાં રહેતા લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ને કમરનો દુખાવો થતા તેને સારવાર માટે પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મોરબીની રૂપાલા ઓથોપેડીક હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેને છાતીમાં દુખાવો થતા તેનું ચાલુ સારવારે જ મોત નીપજ્યું હતું.રમજાનભાઈ એ આ બનાવ ની જાણ માળિયા પોલીસને કરી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(5)મોરબીના મકરાણીવાસ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
મોરબીના મકરાણીવાસ નદીના ઢાળિયા પાસે જુગાર રમતા આસીફભાઇ રફીકભાઈ મકરાણી,ઇકબાલ ગનીભાઈ દાવલીયા અને હસનભાઈ અલ્તાફભાઇ બલોચ ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો ગંજી પતા વડે તીન-પતિનો જુગાર રમતા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-10,840 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો.તે ત્રણ શખ્સો સામે મોરબી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6)મોરબીના રવાપર ધુનડા પાસે સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
મોરબીના રવાપર ધુનડા રોડ થીમ હાઈટસની પાસે સટ્ટો રમતા વિનયભાઈ મગનલાલ મહેતા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ ગઈકાલની રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેઝન બેંગલુરૂ વચ્ચે ચાલતી 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હતા.મોબાઈલ દ્વારા ડી.કે.ભાઈ સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતો હતો.તેની પાસેથી કુલ રૂ.10,500/-નો મુદામાલ મળ્યો હતો.અને આરોપી ડી કે ની શોધખોળ ચાલુ છે, આ બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી
(7)વાંકાનેરના જીનપરા હાઇવે પાસે બાઈકની ચોરી
વાંકાનેર જીનપરા હાઇવે ગોલ્ડન પોઇન્ટ ની બાજુ માં રહેતા કલ્પેશભાઇ ભગવાનજીભાઇ કાપડીયા એ તેનું GJ-03-DA-1063 નંબરનું સ્પ્લેન્ડર બાઈક ઘર પાસે પાર્ક કરેલું હતું. તા.-19/05/2024 ની બપોરે અઢી થી પાંચ વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો શખ્સ આવીને તેનું બાઈક લઇ ગયો હતો. કલ્પેશભાઈ દ્વારા તેનું બાઈક પાકિંગ માં ના મળતા તેને આસપાસ શોધખોળ કરતા તેનું બાઈક ન મળતા તેને વાંકાનેર પોલીસ મથકમાં બાઈક ચોરી થવા અંગે ફરિયાદ નોધવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(8)મોરબીની અવની ચોકડી પાસે છોટાહાથી એ સાઇકલ ને હડફેટે લેતા સાઈકલ સવારનું મોત
મોરબીના ઉમીયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા પર ખોડીયાર નગરના નાકા પાસે દિકરા કેશવસીંગ ગોમરસીંગ નેપાળી ઉ.વ.૧૯ એ સાયકલ લઇને જતો હતો ત્યારે આ આરોપીનું GJ-36-V-2611 નંબરનું સફેદ કલરનું છોટા હાથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા તે સાયક્લ સાથે ભટકાડી એક્સીડન્ટ કરી યુવકને શરીરે પેટના ભાગે તથા વાસાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.કેશવસિંગ ના કાકા રમણસિંહ એ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે છોટા હાથીના ડ્રાઇવર સામે ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

