(1)વાંકાનેરના સરતાનપર ગામે શખ્સ ની ઓરડીમાંથી દારૂ નો જથ્થો મળ્યો
વાંકાનેરના સરતાનપર ગામે દશામાંના મંદીર સામે પ્લોટમાં આવેલ અરવીંદભાઇ વાઘજીભાઇ ઝરવરીયા ની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો મળ્યો હતો.તે શખ્સ ની ઓરડીમાંથી કુલ રૂ.-1,200 નો મુદામાલ પ્રાપ્ત થયો હતો,જે પોલીસે દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સ સામે દારૂ મામલે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(2)વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
વાંકાનેરના જીનપરા જકાતનાકા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા દારૂ સાથે સાગરભાઈ શામજીભાઈ નામનો શખ્સ ઝડપાયો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-400ની કિમત નો દારૂનો જથ્થો મળ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(3)વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ પકડાયો
વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ઈંગ્લીશ દારૂ સાથે રાહુલભાઈ અશોકભાઈ ગોરીયા ને પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી રૂ.-375 નો ઈંગ્લીશ દારૂનો મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી હતી.
(4)ટંકારાના ખીજડીયા ચોકડી પાસે શખ્સ ની કારમાંથી દારૂ નો જથ્થો મળી આવ્યો
ટંકારા ખીજડીયા ચોકડી પાસે દારૂ સાથે ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઇ મસીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસે રહેલી જીજે-10-બીજી-9681 નંબર ની કારની પાછળની સીટમાંથી અને ટેકીમાંથી ઈંગ્લીશ દારૂ નો કુલ રૂ.-69,000 નો મુદામાલ મળ્યો હતો,અને તેની કાર સહીત કુલ રૂ.- ૩,00,000 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ દારૂ મામલે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(5)મોરબીના માળીયા નેશનલ હાઇવે પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઈજા
મોરબીના માળીયા નેશનલ હાઇવે ટીંબડી પાટિયા નજીક મેણંદભાઇ રવાભાઇ કુવાડીયાએ તેનું જીજે-06-ડીઈ-9593 નંબરનું બાઈક લઇ જતા હતા.તે સમયે કોઈ ટ્રક ચાલક તેનું જીજે-36-વી-9924 નંબરનું ટ્રક તે બાઈક ચાલક સાથે સાઇડના ભાગથી હડફેટે લેતા બાઈક ચાલકના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી,ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે મોરબી હોસ્પીટલમાં ખસેડવામાં વાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોત નિપજાવી ટ્રક ચાલક ઘટના સ્થળે થી નાસી ગયો હતો.આ બનાવ અંગે નારણભાઇ મેણંદભાઇ કુવાડીયા એ તે ટ્રકચાલક સામે મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

