HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના જેલ રોડ પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતો શખ્સ ઝડપાયો

મોરબીના જેલ રોડ વાઘપરના નાકા પાસે ઉમેશભાઈ અમૃતભાઈ પરમાર એ તેની જીજે-03-એયુ-1348 નંબરની સીએનજી રિક્ષા જાહેર માર્ગ પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતો હતો.જે મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ટ્રાફિક નિયમન ભંગ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી અને તે શખ્સ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

(2)મોરબીના લાલપર ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ નાઇસ સિરામીક સામે દારૂ સાથે રાજેશભાઇ ડુંગરભાઇ સોલંકીને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-180 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3)વાંકાનેરના મીલપ્લોટ ચોક પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

વાંકાનેરના મીલપ્લોટ ચોક પાસે પોલીસ દ્વારા બાતમીના આધારે તે સ્થળે રેડ મારતા હેમુભાઇ ચૌહાણ એ દારૂ સાથે ઝડપાયો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ ના કુલ રૂ.-3200 જથ્થો મળ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.વાંકાનેર પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4)મોરબીના સાપર ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસે દારૂના જથ્થા સાથે સુમિતભાઇ જયેશભાઇ થળોદા ને પોલીસે દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-120 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW