(1)મોરબીના લીલાપર રોડ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના લીલાપર રોડ પાસે દારૂ સાથે સંજયભાઇ નાગજીભાઇ દેગામા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂ નો કુલ રૂ.-200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)ટંકારાના લજાઇ ગામે દારૂ સાથે એક શખ્સ પકડાયો
ટંકારાના લજાઇ ગામે દારૂ સાથે જયદીપભાઇ ભગવાનજીભાઇ ઉર્ફે બાબુભાઇ પડસુંબીયા ને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-120 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સ સામે ટંકારા પોલીસે દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3)ટંકારાના ઘુનડા ગામે દારૂ સાથે શખ્સ ઝડપાયો
ટંકારાના ઘુનડા ગામે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા દારૂ સાથે ચતુરભાઇ પ્રવિણભાઇ પંચાસરાને પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી અંગ્રેજી દારૂ ની 8 PM SPECIAL RARE WHISKY કુલ બોટલ નંગ -08 કિ.રૂ.-2560/- તથા OFFICERS CHOICE CLASSIC WHISKY કુલ બોટલો નંગ 08 કિ રૂ.- 2560 /- મળી કુલ બોટલો નંગ-16 કી.રૂ.-5120 /-નો મુદામાલ ટંકારા પોલીસે કબ્જે કર્યો હતો.ટંકારા પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
(4)મોરબીના લીલાપર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ સાથે શખ્સ પકડાયો
મોરબીના લીલાપર ગામે રહેતા નવઘણ ઉર્ફે નોઘો જેઠાભાઇ દેગામા કોળી ના રહેણાંક મકાનમાંથી દારૂ નો જથ્થો મળ્યો હતો.તે શખ્સના મકાનમાંથી દેશી દારૂ નો કુલ રૂ.10,000 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ દારૂ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધણી કરી હતી.
(5)હળવદના સરા રોડ પાસે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
હળવદના સરા રોડ, જુના દલીતવાસ પાસે રહેતા ગીરીશભાઇ દુધાભાઇ પરમાર એ કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ લીધો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હળવદ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.તેના ભાઈ ગીરીશભાઇ દુધાભાઇ પરમારે હળવદ પોલીસ ને આ બનવાની જાણ કરી હતી,હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
(6)મોરબીના ગોર ખીજડીયા પાસે વ્યક્તિ એ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
મોરબીના જુના ગોર ખીજડીયા રોડ સી.એસ.પ્રિન્ટ પેક કારખાનામાં ધીરજ કુમાર સુરજકુમાર ગૌતમ મંજુરી કામ કરી તેનું ગુજરાન ચલાવતો હતો.તે મૂળ ઉતરપ્રદેશ નો વતની હતો.તે કારખાનાના લેબર કવાર્ટર રહેતો હતો.ગઈકાલે કારખાનાના લેબર કવાર્ટર નંબરઃ-29 ના રૂમમાં પોતાની જાતે છતના સાથે ઇલેકટ્રીક વાયર બાંધી ઇલેકટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

