Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સેવાયજ્ઞ:જુના પુસ્તકો એકત્ર કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપશે

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સેવાયજ્ઞ:જુના પુસ્તકો એકત્ર કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપશે

શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા શાળાઓમાં વેકેશનની શરુઆત થઇ ગઈ છે બીજી તરફ વાલીઓ બાળકોના જુના પુસ્તકો નજીવી કીમતે પસ્તીમાં આપી દેતા હોય છે પણ જો આ પુસ્તક વહેચવાના બદલે જરૂરિયાત મંદ ગરીબ પરિવારના બાળકોને મળી રહે તો ગરીબ પરિવારના વાલીનો પુસ્તક પાછળનો ખર્ચ બચી શકે છે.અને આ ઉદેશથી મોરબીના મહાસંઘના કાર્યકર્તાઓ આવતીકાલે સવારે ૮ વાગ્યા થી શહેરના અલગ અલગ સ્થળે સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે

મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ અને છાત્ર કે હિતમેં કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ,માતૃશક્તિ વંદના, કર્તવ્યબોધ દિવસ ઉજવણી, ગુરુ વંદના,વર્ષ પ્રતિપદાની ઉજવણી જેવા કાર્યક્રમો કરે છે.એવીજ રીતે શૈક્ષિક મહાસંઘ વધુ એક સેવાયજ્ઞ કરવા જઈ રહ્યું છે જેમાં આગામી 28 એપ્રિલ – 2024 ને રવિવારના રોજ,સ્વામિનારાયણ મંદિર, નવા બસ સ્ટેટન્ડ પાસે મોરબી, રવાપર સ્વાગત ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ,સામાં કાંઠે,મોરબી-2 ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી સવારના 8.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સુધી ત્રણેય સ્ટોલ પર ઉભા રહેશે અને ધો 3 થી 12 ના જુના પુસ્તકો એકત્ર કરશે,આ એકત્ર કરેલા જુના પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી શાળાઓમાં અર્પણ કરશે તો મોરબીની તમામ દાનવીર વાલીઓને જણાવવાનું કે આપના બાળકના જુના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપતા ઉપરોક્ત સ્ટોલમાં જમા કરાવી પુસ્તક દાનનું પ્રમાણપત્ર મેળવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,959FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW