(1)મોરબીના મહેન્દ્રનગર પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
મોરબીના મહેંદ્રનગર , શીવમ હોસ્પિટલ સામે પોલીસે બાતમી આધારિત તે સ્થળે રેડ મારતા જુગાર રમતા બીપીનભાઈ હિમતભાઈ મેતા અને મૈપતભાઈ નવુભા વાઘેલા આ શખ્સ ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા હતા.તે શ્ખ્સો પાસેથી કુલ રૂ.14,700 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ જુગાર રમવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)મોરબીના લાલપર ગામ પાસે વિદેશી દારૂ સાથે યુવક શખ્સ પકડાયો
મોરબીના લાલપર ગામની સીમમાં લોરેન્જો સીરામીક જવાના રસ્તા પાસે વિદેશી દારૂ સાથે સુરેશભાઇ માધુભાઇ વાઘેલા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂ કુલ રૂ.-2000 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તે શખ્સ વિરુદ્ધ વિદેશી દારૂ વહેચવા અંગે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(3)વાંકાનેરના તીથવા પાસે દેશી દારૂ સાથે મહિલા ઈસમ ઝડપાઈ
વાંકાનેરના તાલુકા તીથવા ધાર લાલશાનગર બી.પી.એલ. ક્વાર્ટર પાસે રાધીકાબેન બચુભાઇ જખાણીયા ને દેશી દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા પકડાઈ હતી.તે મહિલા પાસે દેશી દારૂ કુલ રૂ.200 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા મામલે વાંકાનેર પોલીસે ગુનાની નોધણી કરી હતી.
(4)ટંકારાના લજાઈ રોડ પાસે વિદેશી દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ટંકારાના લજાઇ રોડ પર આવેલ ચીલફીલ ફુડ નામના કારખાના પાસે રવિભાઈ ભાવેશભાઈ રામાનુજ એ તેની કારમાંથી વિદેશી દારૂ પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સની પાછળની શીટમાંથી અલગ-અલગ વિદેશી કંપની ની દારૂ નો જથ્થો અને તેની કાર સહીત કુલ રૂ.2,69,060 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે રવિભાઇ ભાવેશભાઇ રામાનુજ અને મનિષભાઇ પ્રભાતભાઇ વિઠલાપરા આ બંને શખ્સો સામે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(5)માળીયાના કચ્છ નેશનલ હાઇવે રોડ પર ડમ્પર ચાલકે કાર ને ટક્કર મારતા કારમાં બેઠેલા બે ને ઈજા
માળીયાના કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ પાસે નીલેશભાઇ જશરાજભાઇ આંબા એ તેની જીજે-12-ડીએમ-2293 નંબરની કાર લઇ કચ્છ નેશનલ હાઇવે પર જતા તા સમયે કોઈ અજાણ્યો ડમ્ફર ચાલક જીજે-12-સીટી-8818 નંબરનું તેનું ડમ્ફર નીલેશભાઈ ની કાર ને પાછળથી ટકકર મારતા તેની કાર રોડની રેલીંગ સાથે અથડાઈ અને નીલેશભાઈ ના શરીરે ઇજા થતા તથા ભાવનાબેનને જમણા ખભાના ભાગે ફેકચર તથા પાસળીના ભાગે તથા શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવની ની જાણ નીલેશભાઈ એ માળીયા પોલીસ ને કરી હતી અને તે ડમ્ફર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધી હતી.
(6)મોરબીના જામ્બુડીયા ગામ પાસે ટ્રક ચલાકે રોડ ક્રોસ કરતા એક વુદ્ધ હડફેટે લેતા ગંભીર ઈજા
મોરબીના જામ્બુડીયા ગામની સીમમાથી ટ્રક ચાલક તેની જીજે-12-એયુ-9329 નંબરનું ટ્રક પુરઝડપે અને બેદર્કારીપૂર્વક ચલાવતો હતો એ સમયે તે સ્થળે એક વુદ્ધ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન તે ટ્રક ચાલકે વુદ્ધ ને હડફેટે લીધા હતા.તેપ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા નમન વુદ્ધ ટ્રકના ટાયરનો જોટો માથે ફરી જતા માથાનો ભાગ છુંદાઇ-ચગદાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી પોતાના હવાલાવાળો ટ્રક રોડ ઉપર રેઢો મુકી નાસી ગયો હતો.તે વુદ્ધ ના દીકરાને આ બનવાની જાણ થતા તેના દીકરા દિનેશભાઇ પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

