મોરબી શહેરમાં ગત તા. 13 ના રોજ઼ અડધી રાત્રે 181 મહિલા હેલપલાઇન 181અભ્યમની ટીમને કોલ આવ્યો હતો કે એક સગીર વય દીકરી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ હોય એવુ લાગે છે માટે મદદ ની જરૂર છે.
કોલ મળ્યા બાદ 181 ટીમ ના કાઉન્સેલર પટેલ સેજલ કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોચી હતી. તે સજ્જન વ્યક્તિ એ જણાવેલ કે દીકરી અડધી રાત્રે રસ્તા પર એકલી જતી હોય અને તેમની ઉંમર નાની હોવાથી ભૂલી પડી ગયેલ હોય તેવું લાગે છે માટે અભયમ ટીમ દ્વારા સૌ પ્રથમ સાંત્વના આપી સરળતા પૂર્વક કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે ઘર કામ કરતા બોલાચાલી થઈ હતી જે બાદ તેણીને માઠું લાગી આવતા એમની માતા ને જાણ ન થાય એવી રીતે ઘરે થી નીકળી ગયેલ હોય ત્યારબાદ 181 ટીમે કિશોરીને સમજાવેલ કે આવી રીતે ઘરેથી નીકળી જવું ન જોઈએ તેમજ કાઉન્સિલિંગ દરમ્યાન સરનામું જણાવ્યા પ્રમાણે તેના ઘરે લઈ જઈ કિશોરીને તેમના માતા પિતા ને સોંપેલ તેમજ ટીમ દ્વારા તેમના માતા પિતા ને જણાવેલ કે હવે પછી તેમની દીકરીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે અડધી રાત્રે ઘરેથી ન નીકળે આમ દીકરીનું પરિવાર સાથે મિલન કરાવેલ દીકરી ના પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

