Thursday, May 16, 2024
HomeGujaratચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

લોકસભા ચૂંટણી 2024નામાં ગુજરાત રાજ્યની તમામ26 લોકસભા બેઠક માં આગામી તારીખ07મે ને મંગળવારના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારી અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને કંકોત્રીનાં માધ્યમથી મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આનુસંગિક પ્રસંગો તારીખ 06-05-24 ના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં ડિસ્પેચીંગ સેન્ટરથી પ્રસ્થાન કરી મતદાન મથકે પોલિંગ પાર્ટીનું આગમન તેમજ બુથ પર જ રાત્રી વિશ્રામ કરી વહેલી સવારે 6 કલાકે પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ યોજવામા આવશે.

આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી –પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, 100 ટકા મતદાન કરી – કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે . તો જેમ ઘરમાં પ્રસંગ હોય ત્યારે તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર , મહિલા પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, મહિલા પોલીંગ ઓફિસર, બુથ ફરજ પરના સેવક, પોલીંગ ઓફિસર બુથ પરના સુરક્ષા કર્મચારી વગેરેનો ઉલ્લેખ દર્શનાભિલાષી તરીકે કરાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,958FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW