Thursday, April 17, 2025
HomeGujaratમોરબીમાં ભર ઉનાળે તંત્રના પાપે પ્રધાનમંત્રી આવાસોના સામાન્ય વર્ગના લોકો 12 દિવસથી...

મોરબીમાં ભર ઉનાળે તંત્રના પાપે પ્રધાનમંત્રી આવાસોના સામાન્ય વર્ગના લોકો 12 દિવસથી તરસ્યા

મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી બોડી બરખાસ્ત હોય વહીવટીદાર સહિતના અધિકારીઓના હસ્તે આવેલો વહીવટ અને પ્રજાને સુવિધા આપવામાં અણઘડ આયોજનથી આ પાલિકા ઓક્સિજન ઉપર આવી ગઈ છે. ભાજપની બોડી જ્યારથી ગઈ છે ત્યારથી જ નગરપાલિકા તંત્રએ સુવિધા વધુ આપવાને બદલે જે હયાત સુવિધાઓ જાળવી રાખવા અને વિવિધ સમસ્યા ઉકેલવા ધ્યાન જ ન આપતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચીને આજે નગરપાલિકામાં ઉગ્ર બન્યો હતો. જેમાં સરકાર હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ ધારાસભ્ય અમૃતિયા, નગરપાલિકા, ચીફ ઓફિસર, વહીવટીદારની હાય હાયને નારેબાજી કરી 12 દિવસથી પાણી આવતું ન હોય આવી કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની પ્યાસ જ બુઝાતી ન હોવાથી લોકોએ જલ એજ જીવન સરકારના આ સૂત્રને ખોખલું દર્શાવી જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી પાલિકામાંથી નહિ હટવાનો લલકાર કર્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ દલવાડી સર્કલથી આગળ નવી બનેલી આવાસ યોજનામાં  હાલ 12 દિવાસથી પાણી આવતું ન  હોય સખત ગરમી વચ્ચે જીવનનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનતા રોષે ભરાયેલા મહિલાઓ સહિતના લોકો સામાજિક આગેવાન રાજુભાઇ દવેની આગેવાનીમાં પાણી પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા પહોંચી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નગરપાલિકા, અધિકારીઓના નામના હાય હાયની નારેબાજી કરી પાણીનો પોકાર કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે, આ આવાસો મોટી સંખ્યામાં સરકાર દ્વારા બન્યા હોય એટલે તંત્રની પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી બનતી હોય પણ તંત્રએ ક્યારેય આ જવાબદારી નિભાવી ન હોય અને ઉપરથી 12 દિવસથી એક ટીપુંય પાણી ન આવતા લોકો વિફર્યા હતા. આ આવાસોની મહિલાઓ અને પુરુષોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, 12 દિવસથી પાણી આવતું ન હોય આવાં સખત તાપમાં  એક બેડું પાણી મળવું પણ દુર્લભ છે. નગરપાલિકા જ પાણી ન આપે તો અમારે ક્યાં જવું ? અને જ્યાં સુધી પાણી નહિ  મળે ત્યાં સુધી અહીંથી હટીશુ નહી તેમ કહ્યું હતું. તેમજ મહિલાઓએ પાણી વગર રોજિંદા કામો કેમ કરવા તે મોટી મુશ્કેલી છે. પાણી વગર જરાય ચાલે એમ નથી. જો કે  અમારા આવાસોમાં ઘણીવાર પાણીની કટોકટી થાય છે. લાઈટ તૂટી હોય તો સમજી શકાય પણ છતે પાણીએ પાણી ન આપવું એ અમારી ધીરજની  કસોટી કહેવાય. પાણી  નહિ મળે ત્યાં સુધી  ઘરે  જઈશું જ નહીં. તેવો લલકાર કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,022FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW