Wednesday, May 15, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીમાં આડેધડ રિક્ષા પાર્ક કરનાર ચાલક પકડાયો

મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ રામાપીરના મંદિર પાસે નટવરભાઈ દિલીપભાઈ દારોદરા એ પોતાની જીજે-03-ડબ્લ્યુ-4952 નંબરની રીક્ષા જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકને અડચણરૂપ થાય એવી રીતે રાખતા. પોલીસે તે શખ્સ સામે ટ્રાફિક નિયમનો ભંગનો ગુનો નોધી તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

(2)માળીયામાં આડેધડ બાઈક ચલાવનાર શખ્સ ઝડપાયો

માળીયાના મામલતદાર કચેરી પાસે હનીફભાઈ ગફુરભાઈ કટીંયા એ તેનું જીજે-12-સીજે-0220 નંબરનું પલ્સર બાઈક ગફલત ભરી રીતે અને રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે પુરઝડપે બાઈક હંકારતા પોલીસે પકડી પાડ્યો હતો અને માળીયા પોલીસે તે શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(3)મોરબીના વીસીપરા પાસે દારૂ પી બાઈક લઈને નીકળેલ ઈસમ પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત ચક્કી નજીક સુરેશસીઘ જસવતસીઘ તોમર નામનો શખ્સ દારૂ પી ને તેનું જીજે-03-એચએમ-8626 નબરનું બાઈક લઈને નીકળ્યો હતો દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી લાયસન્સ વિના બેદરકારી દાખવી પુરઝડપે અને ગફલતભરી દાખવી હતી. જેથી મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે બાઈક ચાલક સુરેશ સિંઘ તોમર સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

(4)મોરબીની પંચાસર ચોક્ડી પાસેથી દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબીની પંચાસર ચોક્ડી પાસેથી દારૂ વહેચતા રાકેશભાઇ દિલીપભાઇ કોરડીયાને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ દારૂ પોલીસે જપ્ત કરી તેની સામે દારૂ વહેચવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5)મોરબીના સાપર ગામની સીમ પાસે દારૂ ના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટની સામેથી સુમીતભાઈ જયેશભાઈ થડોદાને પોલીસે ગેરકાદેસર દારૂ સાથે પકડી પાડ્યો હતો.અને તેની પાસેથી દારૂનો જથ્થો મુદામાલ પોલીસે જપ્ત કરી તેની સામે દારૂ વહેચવાં અંગે ગુનો દાખલ કર્યો હતો.

(6)ટંકારાના લજાઈ ગામ પાસે દારૂ વહેચતી એક મહિલા ઝડપાઈ

ટંકારાના લજાઈ ગામ બુટભવાની મંદીરની બાજુમા દારૂ વહેચતી એક મહિલા ઝડપાઈ હતી.પોલીસે તે મહિલા પાસેથી ગેરકાયેસર દારૂ નો જથ્થો મળી આવતા મહિલા સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(7)મોરબીના ધરમપુરમાં પરણીતાએ ઝેરી દવા પી લેતા ગંભીર

મોરબીના ધરમપુર ગામમાં રહેતા સોનુબેન જયદીપભાઈ ગમારા નામની 23 વર્ષીય પરણીતા એ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. કે બાદ પરિવારજનો તેને સારવાર માટે મંગલમ હોસ્પીટલમાં લાવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે .ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોચી પરણિતાનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આશરે તેના લગ્નગાળો ૧૮ મહિના નો હોવાનું જાણવા મળ્યું હતું તપાસ દરમિયાન તેમણે ક્યાં કારણસર પગલું ભર્યું તે સામે આવી શક્યું નથી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,962FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW