મોરબીના કેનાલ રોડ પર આવેલા પ્લેટિનમ હાઇટ્સ માંથી ઇનોવા કારની ચોરની ઘટના બની હતી આ ઘટનામાં અંતે ભેદ ઉકેલાયો છે.પોલીસે ઇનોવા કારની ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપી લીધો હતો અને તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ શખ્સ પાસ ના આગેવાન નિલેશ એરવાડીયાના પુત્ર હોવાનું સામે આવ્યું હતું.
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને સિરામિક ફેક્ટરીના સંચાલક દીપક કુમાર ધનજીભાઈ દેત્રોજા નાના ભાઈએ તેમની જીજે 36 એએલ 3710 નંબરની ઈનોવા કાર રવાપર કેનાલ રોડ પર આવેલા પ્લેટીનમ હાઈટ્સ એપાર્ટમેન્ટના પાર્કિગમાં કાર પાર્ક કરી હતી રાત્રીના સમયે અજાણ્યો શખ્સ તે કાર મૂકી જીજે 36 એએલ 3710 નંબરની ઈનોવા કાર ,લઇ ફરાર થઇ ગયો હતો જે બાદ દીપકભાઈએ કારની શોધખોળ કરી હતી અને આ માટે કંપનીમાં ફોન કરી તપાસ કરતા કંપની દ્વારા આ કાર હળવદના ટીકર વિસ્તારમાં હોવાનું જણાવતા દીપકભાઈ ત્યાં પહોચ્યા જ્યાં કાર રેઢી મળી આવી હતી બનાવ બાદ દીપક ભાઈ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપી ની શોધખોળ હાથ ધરી હતી. ફ્લેટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ બુરખો પહેરીને ફ્લેટ આસપાસ આવી કાર ચોરી કરી ને લઇ ગયો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને તેને ઝડપી પૂછપરછ કરતાં તેનું નામ રાજ નિલેશ ભાઈ એરવડિયા જણાવતા પોલીસે તેની અટકાયત કરી હતી બાદમાં કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ રાજ અનામત આંદોલન સમયે સક્રિય ભુમિકા ભજવનાર મોરબીના પાસ આગેવાન નિલેશ એરવાડીયાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

