Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના વેપારી યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ત્રણ શખ્સ...

મોરબીના વેપારી યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

આરોપીની ધમકીથી કંટાળી યુવક ઘર છોડવા બન્યો હતો મજબુર 

મોરબીના રવાપર રોડ પર આવેલા મિલેનિયમ હાઈટ્સ માં રહેતા અને લીલાપર પાસે આવેલી રાજવીર પેપર મિલમાં બેસી વેપાર કરતાં ઉત્તમ શૈલેષભાઈ દેથરીયા ને નવો ધંધો શરૂ કરવો હોય જેથી રૂપિયાની જરૂરિયાત પડતા રણજીત જશુભાઈ રબારી પાસેથી છ મહિના પહેલા 13 લાખ રૂપિયા હતા જેનું દર 10 દિવસે અઢી લાખ જેવું વ્યાજ ભરતો હતો જે તે સમયે રણજિત એ મુદ્દલ ન આવે ત્યાં સુધી એક સોનાનો સેટ ગીરવે રાખ્યો હતો. જોકે યુવક દ્વારા રણજીત ને સમયસર વ્યાજ ચૂકવતો હતો તે તેમ છતાં આરોપી રણજીત દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી અને યુવકને વ્યાજના 20 ચક્રમાં ફસાવવા તેના બીજા બે મિત્ર કિશન મહેશભાઈ અજાણા નો કોન્ટેક્ટ કરાવી બીજા દસ લાખ વ્યાજે અપાવ્યા હતા જેનું દર પાંચ દિવસે સાડા ત્રણ લાખ વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. એકાદ મહિના બાદ અચાનક આરોપી અને વ્યાજે આપેલા રૂપિયા 10 લાખ પરત માગ્યા હતા જોકે યુવક પાસે આ રૂપિયા ન હોવા હોવાનું જણાવ્યું હતું તેમ છતાં આરોપીઓએ બળજબરીથી તેની સોનાની ઘડિયાળ ડાયમંડ વીંટી સોનાનો બ્રેસલેટ અને રાજકોટ નાગરિક બેંકની ચેકબુક પડાવી લીધી હતી યુવક દ્વારા બંને આરોપીને સમયસર વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરતા કંટાળી અંતે યુવક ઘર છોડીને નીકળી ગયો હતો જે બાદ યુવકના પિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને યુવકની શોધખોળ કરતા તે ગોવાથી મળી આવ્યો હતો. જે બાદ યુવક એ રણજિત જથ્થો રબારી, કિશન મહેશભાઈ અજાણાઅને અને નયન પૂર્વે નાનુ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW