HomeGujaratમોરબીના જેતપર હાઈવે પાસે ટ્રક ચાલકે આગળ જતા સાઇકલ ચાલકને હડફેટે લેતા...

મોરબીના જેતપર હાઈવે પાસે ટ્રક ચાલકે આગળ જતા સાઇકલ ચાલકને હડફેટે લેતા મોત

વાંકાનેરના જકાતનાકા હાઇવે પાસે ડમ્પર ચાલકે સ્કુટરને હડફેટે લેતા ચાલકનું મોત

મોરબીના જેતપર મોરબી હાઇવે રોડ શોભેશ્વર કાટાની સામે કોઈ અજાણ્યો શખ્સ આરજે-51-જીએ-0916 નંબર નું ટ્રક પુરઝડપે અને રાહદારીઓ નો જીવ જોખમાય તે રીતે હંકારતો હતો.આ રીતે ટ્રક ચલાવતા તેની આગળ જતા સાઇકલ સવારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત થી સાઇકલ પર જતા વુદ્ધ ને માથામાં કપાળ ના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોચાડી ટ્રક ચાલક તેનું ટ્રક મૂકી ઘટના સ્થળેથી નાસી ગયો હતો.પછી સારવાર દરમિયાન તે વુધ્ધ નું મોત નીપજ્યું હતું.તે વુધ્ધના દીકરાએ ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
વાહન વાહન અકસ્માતની ઘટનામાં મોતની વધુ એક ઘટના વાંકાનેરમાં બની હતી જેમાં વાંકાનેરના જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે પાસે રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા ના પિતા તેનું ઈલેકટ્રીક સ્કુટર લઇ તેના ઘરેથી ભાટિયા સોસયાટી તરફ જતા હતા ત્યારે તે સ્થળે કોઈ અજાણ્યો ડમ્પર ચાલક તેનું જીજે-36-એક્સ-5551 નંબર નુ ડમ્પર પુર ઝડપે અને બેદરકારીપૂર્વક રીતે ચલાવતો હતો આ સમયે તે ડમ્પર ચાલક જકાતનાકા નેશનલ હાઇવે પાસે તે વુદ્ધ સ્કુટર ચાલકને હડફેટે લેતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો અને તે વુદ્ધ ને છાતી ના પડખાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેને મોત નીપજ્યું હતું.તે વુદ્ધ ના દિકરા એ તે ડમ્પર ચાલક સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW