મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાજ્ય સરકારને 14.09 કરોડની આવક
મોરબી તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેલા સબa રજિસ્ટ્રાર કચેરીમાં માર્ચના મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો આવ્યો છે. દસ્તાવેજ નોંધણી માટે ધસારો વધતા ત્રણ સ્લોટ ખુલતા અને એક સ્લોટમાં 53 ટોકન મળતા હતા જેની સામે દસ્તાવેજ નોધણી કરવા માગતા અરજદારો ને નવું ટોકન મેળવવા રાહ જોવી પડતી હતી.અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન મેળવવા 10-10દિવસ સુધીનું વેઇટિંગ હતું જેના કારણે સબ રજિસ્ટર કચેરીમાં ચોથું સ્લોટ ખોલવાની જરૂર પડતાં હવે એક દિવસમાં 212 જેટલા દસ્તાવેજ નોધણી માટે આવી રહ્યા છે રોજના200થી વધુ દસ્તાવેજ નોંધણી થતાં હોવા છતાં કામનું ભારણ રહેતા રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મોરબી તાલુકા સેવા સદન ખાતે આવેલા સબ રજિસ્ટર કચેરીમાં માર્ચ મહિના29તારીખ સુધીમાં 2695 દસ્તાવેજ નોંધણી થઈ હતી અને માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં આવેલા ઉછાળાના કારણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટી થી રું 14.09કરોડ ની આવક થઈ હતી જ્યારે રજીસ્ટ્રેશન ફી પેટે 2.05કરોડની આવક થઈ હતી. હજુ બે દિવસ સુધી દસ્તાવેજ નોંધણી કામગીરી ચાલુ રહેતા આં આંકડો વધે તેવી સંભાવના છે.
ત્રણ મહિનામાં7003 દસ્તાવેજ નોંધાયા, 31.26 કરોડનો સ્ટેમ્પ ડયુટી માંથી સરકારને આવક થઈ
મોરબી જિલ્લામાં વર્ષ2024 ના. વર્ષ ના પ્રથમ ત્રણ મહિનાના દસ્તાવેજ નોધણીની વાત કરી તો જાન્યુઆરી મહિનામાં 2068દસ્તાવેજ નોધણી થઈ હતી જેમાંથી 8,49,36,561 સ્ટેમ્પ ડયુટી થી આવક થઈ હતી જ્યારે 1,38,87,570,ની નોધણી ફી થી આવક થઈ હતી.
ફેબ્રુઆરી ની સ્થિતિ જોઈએ તો 2240 દસ્તાવેજ નોંધાયા હતા અને 8,68,36,643, ની સ્ટેમ્પ ડયુટી આવક થઈ જ્યારે 13577650ની નોધણી આવક થઈ હતી. માર્ચ મહિનામાં સૌથી 2695 દસ્તાવેજ નોંધણી થઈ અને 14,09,10,624સ્ટેમ્પ આવક અને નોધણી ફી થી2,05,06, 290 રૂપીયાની આવક થઈ હતી આમ ત્રણ મહિનામાં કુલ 7003 દસ્તાવેજ નોંધણી થઈ હતી.રું.31,26,83,828 ની આવક થઈ હતી જ્યારે47,971,510 ની રાજ્ય સરકારની તિજોરી માં નોધણી ફી ની આવક થઈ છે
મોરબી જિલ્લામાં અગાઉ ત્રણ સ્લોટ હોવાથી વેઇટિંગ હતું હવે નથી
માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી વધારો જોવા મળ્યો છે જેના કારણે ટોકન ફૂલ થઇ જતાં હતાં અને વેઇટિંગ હતું જોકે અમારા દ્વારા ચોથો સ્લોટ શરૂ કરી દેવાયો હતો તેમજ રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખી છે જેથી અરજદારોને સમયસર દસ્તાવેજ નોંધણી થઈ શકે હવે વેઇટિંગ નથી દરરોજ ટોકન મળી રહે છે તેમ મોરબી સબ રજિસ્ટ્રાર કે ડી જાડેજાએ જણાવ્યું હતું.

