મોરબીની નવલખી ફાટક નજીક જુના કોમ્પ્લેક્ષમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના રણછોડનગરમાં રહેતા ચંદ્રકાંતભાઈ દેવાભાઈ સુમળએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત.તા.13 ના રોજ સવાર થી સાંજ સુધી તેનું મોટર સાઈકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ-10 CB 4885 કીમત રૂ.20,200 વાળું નવલખી ફાટક નજીક જુના કોમ્પ્લેક્ષમાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ છે

