મોરબી શહેરમાં આવેલા વાઘપરા વિસ્તારમાં રહેતા વકીલાતનો વ્યવસાય કરતા પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટ નામની મહિલાએ તેની જીજે 36 એ એફ 8401 નમ્બરની કાર વાઘપરા શેરીનમ્બર 1માં મહીધરભાઈ દવેના ઘર પાસે પાર્ક કરી રાખી તેમના ઘરે જતા રહ્યા હતા દરમિયાન 5 વાગ્યાની આસપાસ મહીધરભાઈ એ ફોન કરી પુષ્પાબેનને કાર સળગતી હોવાની જાણ કરતા તેઓ સ્થળ પર તપાસ કરતા કાર આગના હવાલે થઇ ગઈ હતી આ ઘટના બાદ ફાયર ની ટીમે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ પણે બળીને ખાક થઇ ગઈ હતી ઘટના ના ચોકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક શખ્સ કાર પાસે આવી કોઈ પેટ્રોલ જેવું પદાર્થ છાંટી કારને આગ હવાંલે કરી જતા રહ્યા હતો વધુ તપાસ કરતા આ શખ્સ શિખર જયેશભાઈ ગોહેલ હોવાનું સામે આવતા પુષ્પાબેને આરોપી શીખર સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકમાં આરોપી શિખર જયેશભાઈ ગોહિલે ને ઝડપી લીધો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલ કર્યું હતું કે કારમાં રહેલા સેન્સરને કારણે અવાર નવાર કોઈ માણસ કે પશુ સ્પર્શે એતટલે તુરત સાયરન વાગતું હતું આ કાર તેમના ઘર પાસે હોવાથી તેને કનડગત થતી હોવાથી આ કારમાં આગ લગાવી હતી હાલ આ બાબતે પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
