HomeGujaratCentral Gujaratરાજ્યમાં એક સાથે 70 ડીવાયએસપીની બદલી, એસ.એચ. સારડા વાંકાનેરમાં મુકાયા

રાજ્યમાં એક સાથે 70 ડીવાયએસપીની બદલી, એસ.એચ. સારડા વાંકાનેરમાં મુકાયા

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જીપીએસ કેડરના સીનીયર અધિકારી તેમજ પ્રોબેશન આઈપીએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે આ બદલી ઓર્ડરમાં રાજ્યના અલગ અલગ જિલ્લા અને કમિશ્નર એરિયામાં ફરજ બજાવતા 70 જેટલા ડીવાયએસપી અને એસીપીની એક સાથે બદલી કરવામાં આવ્યા છે આ બદલી ઓર્ડર મોરબી જીલ્લામાં વધુ એક ડીવાય એસપી ને પોસ્ટીંગ મળ્યું છે વાંકાનેર ડીવીઝન કચેરીમાં એસ એચ સારડાને મુકવામાં આવ્યા છે ડી વાંય એસપી સારડાને દ્વારકા જિલ્લામાથી મોરબીમાં મુકવામાં આવ્યા છે ઉપરાંત મોરબીમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા ડીવાય એસપી રાધિકા ભરાઈને વાંકાનેર માંથી રાજકોટ સીટી પશ્ચિમ ઝોનના એસીપી તરીકે મુકવામાં આવ્યા છે તો મોરબીમાં અગાઉ એલસીબી પીઆઈ તરીકે ફરજ બજવી ચુકેલા વી બી જાડેજાને સુરેન્દ્રનગર ડીવીઝનના ડીવાય એસપી તરીકે મુકવામાં આવ્યા છે

ડીવા એસપી ઉપરાંત 8 પ્રોબેશન આઈ પી એસની પણ અલગ અલગ થળે બદલી કરવામાં આવી છે તો 5 પ્રોબેશન આઈપીએસને વેઈટિંગ પોસ્ટ પર રાખવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW