ભગવાન રામની જન્મભૂમી એવા અયોધ્યા ખાતે નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં દેશ વિદેશથી રામ ભક્તો દર્શન માટે આવતા હતા જેથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે થોડા દિવસો સુધી ભાજપ સરકારના મંત્રીઓ અને પદાધિકારીઓને અયોધ્યા દર્શને ન જવા અપીલ કરી હતી હવે ધીમે ધીમે રામ મંદિર દર્શન માટે જતા લોકોની સંખ્યામાં ઘટાડો થતા હવે ધીમે ધીમે વીઆઈપી મહેમાનો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે આજે સીએમ ભુપેન્દ્ર પટેલ તેમના આખા મંત્રી મંડળ તેમજ વિધાન સભા અધ્યક્ષ શંકર ચોધરી સાથે રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા પહોચ્યા હતા અને ભગવાન રામના દર્શન કર્યા હતા આ અયોધ્યા યાત્રામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી,નાણા મંત્રી કનુભાઈ દેસાઈ,કુબેર ડીંડોર,ઋષિકેશ પટેલ, ભાનુભાઈ દેસાઈ,કુંવરજી બાવળિયા, પ્રફુલભાઈ પાનસેરીયા,મુળુભાઈ બેરા,બળવંતસિંહ રાજપુત,જગદીશ વિશ્વકર્મા,કુંવરજી હળપતિ સહિતના મંત્રીઓ જોડાયા હતા