(1)વાંકાનેરમાં સ્કુટર સાથે પગ અડી જતા મારામારી
વાંકાનેરના મેઈનબજાર પાસે મોહમદવારીશભાઈ સમસુદીનભાઈ શેરસીયા એ તેનું મોટરસાયકલ લઇ રોનક ફૂટવેર ની દુકાન પાસેથી પસાર થતા હતા.ત્યારે તેની પાછળ બેઠેલ નો પગ મોઈનભાઈ મહમદભાઈ કાબરાના મોટરસાયકલ ને અડી જતા તે બાબતે તે શખ્સે ગાળો બોલી ઢીકાપાટુ નો મારમારી માથામા તથા શરીર ના ભાગે ઈજા પોહચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનવાથી મોહમદવારીશભાઇ સમસુદીનભાઇ શેરસીયા એ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
(2)ટંકારાના લજાઇ પાસે ફોરવ્હીલ ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા ઈજા
ટંકારાના લજાઇ ભારત હોટલ સામે ભગીરથભાઇ માધવજીભાઇ અધારા ના પિતાએ તેનું જીજે-36-પી-8509 બજાજ કંપની નું બાઈક લઇ જતા તે સમયે કોઈ જીજે-03-ડીજી-5031 નંબરની ફોરવ્હીલ સ્વીફટ ડીઝાયર કારનો ચાલક પુરઝડપે અને ગફલતભરી કાર ચલાવતો હતો.ભારત હોટલ પાસે તે કાર ચાલકે બાઈક સાથે જમણી બાજુથી ઠોકર મારતા તે બાઈક સવાર યુવક ને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું તે સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવને લઇ તેના દીકરાએ તે કારચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવીહતી.પોલીસે ફરિયાદ નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.
(3)હળવદના કોયબા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને હલફેટે લેતા મોત નીપજ્યું
હળવદના ધાંગધ્રા હળવદ હાઇ વે રોડ ઉપર કોયબા ગામના પાટિયા પાસે કોઈ ટ્રક ચાલક જીજે-39-ટી-2150 નંબરનું ટ્રક અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતો હતો.તે સમયે કોયબા ગામના પાટિયા પાસે દામીનકુમાર કમલેશભાઇ નામનો યુવાન રોડ ક્રોસ કરતી વખતે તે ટ્રક ચાલકે તે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી તેમજ શરીરે ઇજા પહોચાડી અકસ્માત થતા યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું અને ટ્રક ચાલક તે ઘટના સ્થળે થી નાસી ગયો હતો.આ બનાવની જાણ યુવકના પરિવારને થતા મૃતક ની બહેન પ્રિયંકાબેન લાલજીભાઇ ભદ્રાડીયા એ હળવદ પોલીસને જાણ કરી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(4)મોરબીના મણી મંદિર પાસે વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના મણી મંદિર પાસે રોડ ઉપર જાહેરમા દારૂ સાથે ધીરજગીરી ભગવાનગીરી ગોસાઇ નામના શખ્સ ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.375 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(5)મોરબીના ઇન્દિરાનગરમાં દારૂ સાથે યુવક પકડાયો
મોરબીના ઇન્દિરાનગર વિસ્તાર વોંકળા નજીક પોલીસ દ્વારા બાતમી ના આધારે રેડ મારતા તે સ્થળે અલ્તાફભાઇ સુભાનભાઇ કટીયા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો .તે શખ્સ પાસેથી કુલ રૂ.120 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ સામે દેશી દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

