મોરબીના માળિયા તાલુકાના મેઘપર ગામે બે આશાસ્પદ બે યુવાનોના અકસ્માતે અવસાન થતા તેમની સ્મૃતિમાં આહિર યુવક મંડળ આયોજિત રક્તદાન કેમ્પની જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરીયા તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા એ મુલાકાત લઇ રક્તદાન કરતા યુવકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમ જ સંસ્કાર બ્લડ બેન્ક ના માધ્યમથી જરૂરિયાતવાળા દર્દીઓને લોહી મળી રહે તેવી આ સુંદર વ્યવસ્થા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

