મોરબી જિલ્લા કોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલા હોય અને ત્યાં આવતા જતા લોકોની ચેકિગ કરી રહ્યા હતા તે દરમિયાન એક શખ્સ પાસે હથીયાર મળી આવતા તેની પૂછપરછ કરતા તેનું નામ ગુલામભાઈ અમીભાઈ પરસરા હોય તેની પાસેનું લાયસન્સ વાળું હોવાનું જણાવ્યું હતું અને કોર્ટમાં જુના કોઈ કેસમાં મુદતે આવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે કોર્ટ સંવેદનશીલ વિસ્તાર હોય જેથી અહી કોઈ પણ પ્રકારના હથીયારને લઇ જવા પર પ્રતિબંધ હોય અને આવાં પ્રતિબંધિત વિસ્તાર એવા મોરબી કોર્ટના પરિસરમાં ગુલામ અમીભાઇ પરાસરાએ લોકોને દેખાઈ અને ભય ફેલાય તેવા આશયથી આંટાફેરા કરતા કરતા હતા જે અંગેની પોલીસને જાણ થતા તેના વિરુદ્ધ બી ડીવીઝન આર્મ્સ એક્ટની કલમ 30 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
ગુલામ અમીભાઇ પરાસરા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હોય તેમજ હાલમાં જ વાંકાનેર માર્કેટીગ યાર્ડના પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે ગુલાંમ ભાઈ જુના કોઈ કેસમાં કોર્ટની મુદતે આવ્યા હોય અને ચેકિંગ વખતે હથીયાર હોવાનું સામે આવ્યું છે

