HomeNationalસાઉદી અરેબિયાથી આવતા જહાજ પર અરબી સમુદ્રમાં ડ્રોનનો હુમલો, ઇન્ડીયન કોસ્ટ ગાર્ડનું...

સાઉદી અરેબિયાથી આવતા જહાજ પર અરબી સમુદ્રમાં ડ્રોનનો હુમલો, ઇન્ડીયન કોસ્ટ ગાર્ડનું વિક્રાંત પહોચ્યું

સાઉદી અરબિયાથી ભારતના મેન્ગ્લુર તરફ આવી રહેલા જહાજ પર અરબી સમુદ્વમાં વેરાવળ બંદરથી માં ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. જેનાથી જહાજમાં વિસ્ફોટ થતાં આગ લાગી છે. આ હુમલો વેરાવળથી દક્ષિણ-પશ્ચિમ ભાગમાં થયો છે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં સુરક્ષાની ચિંતામાં વધારો થયો છે. વેપારી જહાજ પર અજાણ્યા એરિયલ વાહન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અકસ્માતની પરિસ્થિતિ અંગે હજુ કંઈ સ્પષ્ટતા નથી, પરંતુ વિસ્ફોટના સમાચારથી નજીકના જહાજોમાં ગભરાટ ફેલાયો છે. UKMTO એ અન્ય જહાજોને આ વિસ્તારમાંથી સાવધાની સાથે પસાર થવાની ચેતવણી જારી કરી છે.

આ આગ તો શમી ગઈ છે પરંતુ જહાજનાં ફંક્શનિંગ પર અસર થઈ છે.  જેથી સુરક્ષા અને મદદ માટે ICGS વિક્રમને ઈન્ડિયન એક્સક્લુઝિવ ઈકોનોમિક પેટ્રોલિંગ  ઝોન પર તૈનાત કરવામાં આવ્યું હતું જેને હવે મર્ચન્ટ જહાજ તરફ મોકલવામાં આવ્યું.  

.હુમલા પાછળનું કારણ અને હુમલાખોર હજુ પણ અજાણ છે. અધિકારીઓએ તપાસ શરૂ કરીને સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષાની ચિંતાઓને ઉજાગર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ બની છે. આ સિવાય તટીય સુરક્ષા દળોએ તાજેતરમાં કેટલીક પાકિસ્તાની બોટને અટકાવવામાં સફળતા મેળવી છે જે શંકાસ્પદ ગતિવિધિઓમાં વ્યસ્ત હતી.આ ઘટના માત્ર ભારતીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પણ ગંભીર અસરો કરી શકે છે. જહાજો પરના હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરે છે અને ચાંચિયાગીરીને નિરુત્સાહિત કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW