આમ તો મોરબીમાં હપ્તા આપો સમયસર એટલે ગેરકાયદેસર કામમાં કોઈ પણ તંત્ર તમારી વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે અને કરશે તો પણ માત્ર દેખાવા પૂરતી કરશે આ વાત કડવી છે પણ સાચી છે મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે નદીમાંથી રેતી ચોરી થઈ રહી છે પરંતુ પોલીસ આરટીઓ કે પછી ખાણખનીજ વિભાગ આને રોકી શક્યું નથી અને કોઈનું કામ પણ નહિ આ ખનીજ ચોરી રોકવાનું કારણકે ખનીજચોરી રોકે તો મસ્ત મોટી આવક બંધ થઈ જાય

મોરબી જિલ્લામાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને મોટા ભાગના અકસ્માત રેતી ભરેલ વાહનો સાથે જ થતાં હોઈ છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મોરબીના ભકિતનગર સર્કલ પાસે સર્જાય હતી પૂરપાટ ઝડપે રેતી ભરેલ ડમ્પર રોગ સાઈડમાં ડીવાઈડર ટપી ને પલટી મારી ગયું હતું જોકે આ ઘટના સમયે વાહનો ની અવરજવર નહિવત હોવાથી મોટી દુઘર્ટના તળી હતી પરંતુ જો કોઈ મોટી દુઘર્ટના સર્જાય હોત તો જવાબદાર કોણ હોત તે સવાલ સૌથી મોટો છે કારણકે રેતી માફિયા રેતીચોરી કરી હાઇવે પર બેફામ વાહનો દોડાવી રહ્યા છે અને પોલીસ આરટીઓ કે પછી ખાણખનીજ આવા વાહનો રોકવામાં અસફળ રહ્યા છે

હાલ તો મોરબી જિલ્લામાં ખનીજમાફીયાઓ ની એવી ધાક છે કે પોલીસ આરટીઓ અને ખાણખનીજ વિભાગ તેની સામે કાર્યવાહી કરવામાં લાચાર બની બેઠી છે જો કાર્યવાહી કરે તો હપ્તા બંધ થઈ જાય અને હપ્તા માટે તો પોલીસ આરટીઓ અને ખાણખનીજ વિભાગ લોકોના જીવ પણ લેવામાં અચકાશે નહિ તેવું સ્પેષ્ટ પણે દેખાય આવે છે

ઉલ્લેખનીય છે કે પોલીસ આરટીઓ અને ખાણખનીજ વિભાગ ક્યારે જાગશે અને આવા ખનીજમાફીયાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરશે કે પછી અપના કામ બનતા ભાડમે જાયે જનતા તેતો હવે આવનારો સમય જ બતાવશે


