મોરબી -માળિયા નેશનલ હાઇવે ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોલ ખાતે મોરબી આર.ટી.ઓ .કચેરી દ્વારા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મોરબી સાથે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માર્ગ અકસ્માતના બનતા બનાવ અટકાવવા માટે જન જાગૃતિ ફેલાવવા સારું “વિશ્વ સંભારણા દિવસ” ની ઉજવણી કરવામાં આવેલ અને રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ પ્રગટાવી શ્રધાંજલિ આપવા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સોશિયલ મીડિયા ના માધ્યમથી whatsapp ગ્રુપ, ટ્વિટર, facebook, instagram દ્વારા વાહનચાલકોને પોતાના ગ્રુપ માં તેમજ મિત્ર વર્તુળમાં જાણ કરવા સમજ આપવામાં આવી હતી.
સાથો-સાથ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે 108 ના સ્ટાફ દ્વારા ડેમો દ્વારા બતાવવામાં આવ્યું. અને આ બાબતે વાહન ચાલકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.