HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર નજીક સુપર કેરી વાહને રીક્ષાને ઠોકર મારતા એક...

મોરબી-વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર નજીક સુપર કેરી વાહને રીક્ષાને ઠોકર મારતા એક મુસાફરનું મોત, બે ઘાયલ

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક ગઈકાલે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીજે-27-ટીજી-6474 નંબરની સુપર કેરી ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક આગળ જઈ રહેલી જીજે-36-ડબ્લ્યુ-2215 નંબરની સીએનજી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં રીક્ષા ચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકી તથા રીક્ષામાં સવાર રવિભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત, ઉતમકુમાર નામના મુસાફરને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે રીક્ષા ચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે સુપર કેરી વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW