Thursday, November 30, 2023
HomeGujaratમોરબીમાં ખંઢેર મકાનના વાડામાં આગ, ફાયર બ્રાઉઝર સાંકડી ગલી પહોચી શકતા પાણીની...

મોરબીમાં ખંઢેર મકાનના વાડામાં આગ, ફાયર બ્રાઉઝર સાંકડી ગલી પહોચી શકતા પાણીની ડોલ ભરી આગ બુઝાવવી પડી

Advertisement
Advertisement

મોરબીમાં ખંઢેર મકાનના વાડામાં આગ, ફાયર બ્રાઉઝર સાંકડી ગલી પહોચી શકતા પાણીની ડોલ ભરી આગ બુઝાવવી પડી
મોરબી શહેરના દરબાર ગઢ નજીક આવતા સંઘવી શેરી વિસ્તારમાં આવેલા એક જુના ખંઢેર થઇ ગયેલા મકાનમાં પડેલા લાકડા અને કચરામાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી પરંતુ આગ સાંકડી ગલીમાં લાગી હોવાથી ફાયર બ્રાઉઝર સ્થળ સુધી પહોચી શક્યું ન હતું જેથી આસપાસના લોકો દ્બારા ઘરની પાણીની ટાંકીમાં મોટર લગાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત ફાયર સ્ટાફે નજીક રાખી પાણીની ડોલ અને જે પણ પાત્ર હાથમાં આવ્યું તે ભરીને આગ બુઝાવી હતી.


બપોરના સમયે આગ લાગી તે સમયે વાડામાં એક માદા શ્વાન તેના નાના ૦૪ બચ્ચા સાથે હતી જેના કારણે તેમનામાં ડરનો માહોલ સર્જાયો હતો જે બાદ સાગરભાઈ નામના જાગૃત નાગરિકએ ફાયર ફાઈટર ટીમ પોતે તે પહેલા રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢેલ હતા જોકે તેઓ પહોચે તે પહેલા એક બચ્ચું ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું જયારે બાકીના ત્રણ બચ્ચાં પૈકી એક સામાન્ય દાઝ્યું હોવાથી ફાયર મેન જયેશ ડાકીએ કર્તવ્ય જીવદયા કેન્દ્રનો કોન્ટેકટ કરી ત્યાં ટીમને ટ્રાફિકના કારણે આવવામાં વાર લાગે એટલે જયેશ ડાકી લીડિંગ ફાયરમેન ફાયર બુલેટમાં લઈ જઈ નવાબસ સ્ટેન્ડ જીઆઇડીસી નાકાપર સામે મળેલ કર્તવ્ય જીવદયા ટીમની સાથે રહી બનતી ફર્સ્ટએડ સારવાર કરી કર્તવ્ય જીવદયા ટીમને સોપ્યું હતું

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW