વાંકાનેર ના ગારીયા ગામના યુવાને પરિણીતા સાથે મૈત્રી કરાર કર્યો હતો અને તેનો ખાર રાખી પરિણીતાના પતિ સહિતના બે શખ્સોએ યુવાનના પિતાને રસ્તામાં રોકી લાકડાના ધોકા વડે માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના ગારીયા ગામમાં રહેતા દેવાભાઈ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણીના પુત્રએ ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયાની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હોય જેનો ખાર રાખી ચંદુભાઈ તથા એક અજાણ્યા આરોપીએ ગારીયા ગામે આવેલી દરગાહ નજીક પસાર થઈ રહેલા દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈને આંતરી બન્ને પગમાં છરીના ઘા ઝીકી દઈ લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે