HomeGujaratબેસતા વર્ષે જ ઢીચ્યાઉં.. મંદિર દર્શન કરીને પરત આવતા આધેડ પર ફાયરીંગ,ગોળી...

બેસતા વર્ષે જ ઢીચ્યાઉં.. મંદિર દર્શન કરીને પરત આવતા આધેડ પર ફાયરીંગ,ગોળી પેટ પાસેથી સરકીને ગઈ

મોરબી જીલ્લામાં ગુનાખોરીએ એટલી હદે માજા મૂકી છે કે વાર-તહેવારે પણ ગુનાઓ અટકવાનું નામ લેતા નથી બેસતા વર્ષના પ્રથમ દિવસે કાયદો વ્યવસ્થામાં ખલેલ પહોચાડતી ઘટના બની હતી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં બેસતા વર્ષમાં પ્રથમ દિવસે મંદિરે દર્શન કરીને પરત ફરતા આધેડ પર બે શખ્સે પહેલા તલવારથી હુમલો કર્યો હતો બાદમાં તેમના પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા બનાવને પગલે ગામમ સનસનાટી મચી ગઈ હતી ઘટનાની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ બેસતા વર્ષના દિવસે ગામના મંદિરે દર્શન કરીને સગા સબંધીઓને રામ રામ કરીને જતા હતા દરમિયાન ગામના ગામના લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને રામ રામ કરવા ગયા હતા જોકે લાખાભાઈ રામ રામ નથી કરવા તેમ કહેતા તેઓ નીકળી ગયા હતા.બાદમાં તેઓ બાઈકમાં રાણીમાં રુડીમાંની સમાધી એ દર્શન માટે રૈયાભાઈ અને તેમનો દીકરો જતા હતા તે દરમિયાન અચાનક ફાયરીંગનો અવાજ આવતા પિતા-પુત્રએ બચવાનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ બે રાઉન્ડ ફાયરીંગ કરતા રૈયાભાઈને ગંભીર ઈજા પહોચતા હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા વાંકાનેર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને તપાસ નોધી હતી

બનાવ અંગે રૈયાભાઈએ ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે વાંકાનેર પોલીસે આઈપીસી 307,504,37 આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW