HomeGujaratમોરબીમાં ધૂળનું સામ્રાજ્ય છવાતા શરદી-તાવ ના કેશમાં વધારો

મોરબીમાં ધૂળનું સામ્રાજ્ય છવાતા શરદી-તાવ ના કેશમાં વધારો

મોરબીમાં નવરાત્રીના સમયથી વાતાવરણમાં ધીમા પગલે બદલાવ આવી રહ્યો છે વહેલી સવારે અને સાંજે ઠંડુ વાતાવરણ થવા લાગ્યું છે તો પવનની દિશા પણ બદલાઈ છે જેના કારણે શહેરમાં ધૂળનું સામ્રાજય છવાઈ રહ્યું છે ખાસ કરીને વહેલી સવારે અને સાંજે ઔદ્યોગિક વિસ્તારમાંથી મોટા પાયે ધૂળ અને ધુમાડો મોરબી શહેરમાં આવે છે અને તેના કારણે લોકોમાં શરદી ઉધરસ (તાવ) અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો ઉઠી છે.મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ ખાનગી ક્લીનીક્ તેમજ આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યમાં લોકોમાં આ ફરિયાદો વધી છે

મોરબી આસપાસ વિસ્તારમાં પથરાયેલ ઔદ્યોગિક ઝોનમાં હજારોની સંખ્યામાં સિરામિક ટાઈલ્સ તેમજ તેના કાચા રો મટીરીયલ, સહિતના એકમ આવેલા છે આ ઉપરાંત દિવસ દરમીયા 5000થી વધુ ટ્રકની અવર જવર રહે છે જેના કારણે બાર મહીના 24 કલાક સફેદ માટીનું સામ્રાજ્ય છવાયેલ રહે છે જોકે મોરબી શહેરમાં તેની અસર થોડી ઓછી જોવા મળતી હોય છે પરંતુ શિયાળા દરમિયાન પવનની પૂર્વથી પશ્ચિમ તરફ થતા તેમજ વાતાવરણમાં ભેજના કારણે મોરબી ઔધોગિક વિસ્તારમાં જોવા મળતી સફેદ ધૂળનું સામ્રાજ્ય સમગ્ર મોરબી શહેરમાં છવાઈ જાય છે ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે સમગ્ર મોરબી શહેરમાં રીત સર સફેદ ધૂળ જ જોવા મળે છે વાહન થોડી વાર માટે બહાર હોય તો તેના પર રીતસર સફેદ ધૂળના થર જામી જાય છે આ સફેદ ધૂળ આંખો દિવસ લોકોના શ્વાસમાં ભળી રહી છે અને તેના કારણે લોકોને ગળામાં દુખાવો, શરદી ઉધરસ સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં આ ધૂળના કારણે શરદી અને ઉધરસ તેમજ ગળામાં દુખાવાના કેસ અચાનક વધારો શરુ થઇ ગયો છે.
રાત્રીના સમયે કેટલીક પેપરમિલના સંચાલકો તેના વેસ્ટેજ કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે સળગાવી દેતા હોવાની અને તેના કારણે મોડી રાત્રે પ્લાસ્ટિક સળગવા જેવી તીવ્ર પેપરમિલ આસપાસ વિસ્તારમાં રહેતા લોકોને સહન કરવા પડે છે. મોરબીમાં નવરાત્રી તેમજ ત્યાંર બાદના સમયમાં સિવિલ હોસ્પીટલમાં દૈનિક 250થી વધુ શરદી ઉધરસ અને ગળામાં દુખાવો કે બળતરાની ફરિયાદ લઈને આવી રહ્યા છે તો ખાનગી ક્લીનિક અને સીએચસી પીએચસીમાં પણ દર્દીઓ વધ્યા છે શહેરમાં જે વહેલી સવારે અને સાંજ પડતા ધૂળ નું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે તેના કારણે નાના બાળકોને પણ શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે

ધૂળના સામ્રાજ્યથી ટીબી અને અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે
મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સિરામિક અને પેપર ઉધોગ તેમજ ટ્રાન્સપોર્ટેશન ના કારણે મોટા પાયે ધૂળનું સામ્રાજ્ય છવાતા ટીબીના દર્દી અને અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી છે અસ્થમાના દર્દીઓને સામાન્ય દિવસમાં શ્વાસ લેવામાં જે મુશ્કેલી થાય તેના કરતા આ સ્થિતિમાં વધારો થતા હોય છે આવી સ્થિતિમાં દર્દીઓએ જો જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને જો ઘરની બહાર નીકળતા પહેલા સ્વચ્છ રૂમાલ મોઢે બાંધીને નીકળવું હિતાવહ છે .સામાન્ય લોકોએ બાઈક ચાલવતા ચાલીને કે સાઈકલીંગ કરતી વખતે પણ મોઢે રૂમાલ અને આંખમાં ચશ્માં રાખવા જોઈએ જેથી આ રજકણ ફેફસા સુધી ન પહોચે અને તેની અસર ન થાય તે ડો.સી એલ વારેવડીયાએ ( મેડીકલ ઓફિસર પીએચસી ભરતનગર) જણાવ્યું હતું

સામાન્ય ઉધરસ કે શરદી હોય તો પણ હળવાશથી ન લેવી
દિવસ દરમિયાન ઉડતી ધૂળના કારણે શરદી ઉધરસ થઇ શકે છે અને શ્વાસ થકી આ રજકણ ફેફસામાં જાય છે અને ત્યાં ચોટી જાય છે અને તેના કારણે શરદી ઉઘરસ થાય છે આ ઉપરાંત લાંબા સમય સુધી આ રીતે ધૂળ જવાથી ફેફસાને નુકશાન થવાની સંભાવના છે

2022 અને 23 ના ઓક્ટોબર મહિનાના શરદી ઉધરસના આકડા

20222023
શરદી-142 શરદી-299
ઉધરસ-24 ઉધરસ-8
તાવ-245 તાવ-434

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW