HomeGujaratમોરબીની વિવિધ કચેરીમાં સરકારી રેકર્ડનું વર્ગીકરણ અને સફાઈ કરાઈ

મોરબીની વિવિધ કચેરીમાં સરકારી રેકર્ડનું વર્ગીકરણ અને સફાઈ કરાઈ

હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે આગામી તા. ૦૪/૧૧/૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પંચાયત, ટંકારા તાલુકા પંચાયત અને આઈ.આર.ડી.શાખા, મિયાણી ગ્રામ પંચાયત વગેરે સરકારી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં તેમજ તેમની સલાહ-સૂચન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW