HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સાઢૂ ભાઈઓએ ગુમાવ્યા બે જુવાન દીકરા આજે પણ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સાઢૂ ભાઈઓએ ગુમાવ્યા બે જુવાન દીકરા આજે પણ આંખોના આસું સુકાતા નથી

મોરબી જ નહી પણ સમગ્ર ભારતને હચમચાવી દેનાર ઝુલતા પુલ દુર્ઘટનાને 30 ઓક્ટોબરના રોજ એક વર્ષ પૂર્ણ થશે આજે 30 ઓક્ટોબરના રોજ પ્રથમ વરસી છે અને આજના દિવસે મોરબીઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાંથી પણ ફરવા આવેલા કેટલાક લોકો મોતને ભેટ્યા હતા આવા કેટલાક પરિવાર છે જેના સુધી આજદિન સુધી ખુબ ઓછા લોકો પહોચ્યા છે.આ દુર્ઘટનામાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યા જેના પર ઘરની જવાબદારી હતી તેમજ નોકરી ધંધા પર લાગી જતા ભવિષ્યમાં તેનો આધાર બનશે તેવા સ્વપ્ન માતા પિતા જોઈ રહ્યા હતા પરંતુ આ સ્વપ્ન ઝુલતા પુલની દુર્ઘટનાએ કાયમી માટે મિટાવી દીધું છે.

પુત્ર તો પુલ પર ફરી આવ્યો હતો માસીના દીકરાને ફરવા લઇ ગયો ને મોતને ભેટ્યા  

આવા જ એક પરીવાર એટલે જુનાગઢ જિલ્લાના માણાવદરના વતની કાનજીભાઈ નથુભાઈ ચૌહાણ  કનુભાઈ વર્ષોથી સોડા ની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમણે આકરી મહેનત કરી બે દીકરા ચિરાગભાઈ અને મનોજને મોટા કરી નોકરી ધંધા પર લગાવ્યા હતા તેમનો નાના દીકરા ચિરાગભાઈને ઘટનાના 11 મહિના પહેલા GETCO કંપનીમાં નોકરી મળી હતી અને પોસ્ટીંગ મોરબી મળ્યું હતું.ઘરમાં એક દીકરાને સરકારી નોકરી મળી જતા પરિવારમાં એક નવી આશાનું સિંચન થયું હતું કે તે આપણી વર્ષોની મહેનતનું પરિણામ મળશે જોકે આ ઘટનાએ તેમની આ તમામ સ્વપ્નને એક ઝાટકે રગદોળી નાખ્યા ચિરાગભાઈ તે દિવસે તેના માસીના દીકરા સાથે ઝુલતા પુલ પર ગયા હતા અને દુર્ઘટનામાં બન્ને માસીયાઈ ભાઈ એ જીવ ગુમાવી દીધો છે ઘટના પૂર્વે ચિરાગભાઈની સગાઈની પણ વાતો ચાલતી હતી. ચિરાગભાઈના પિતા કાનજીભાઈ જણાવે છે કે આ એક વર્ષ અમારા માટે અત્યંત દુઃખ દાયી બની રહ્યું છે એક દિવસ અમારા માટે એક વર્ષ જેવો છે દીકરાને નોકરી લાગી ગઈ હતી તો મોટો દીકરો પણ સેટ થઇ ગયો હોવાથી તેઓ કામ છોડાવી દીધું હતું હવે ઘરની સંર્પૂણ જવાબદારી માત્ર એક દીકરા પર જ આવી ગઈ છે સહાયની રકમ મળી છે પરંતુ તે ક્યારેય અમારા દીકરાની ખોટ નહી પૂરી કરી શકે 

દીકરાના મોત બાદથી ચેન પડતો નથી અવાર નવાર નજર સામે તેનો ચહેરો આવે છે 

અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની નટવરલાલ તુલસીભાઈ ખાણધર  છીએ મારે સંતાનમાં બે દીકરા હતા  મોટો દીકરો પ્રશાંત  એક મારી સાથે હોઝીયારીની નાની દુકાન છે જ્યારે બીજો દીકરો ભૌતિક રાજકોટ tvs બાઈકના શો રૂમમાં કામ કરતો હતો . ભૌતિકની સગાઇ થથઇ હતી જેથી તેની ભાવી પત્નીને લઇ કોઈ કામથી  મોરબી આવ્યો હતો.બાદમાં ભાવી પત્નીને બસમાં બેસાડી ઘરે રવાના કરી હતી અને પોતે તેના માસીના દીકરા ચિરાગને મળવા ગયો હતો ચિરાગ જેટકોમાં નોકરી કરતો હતો ઘટનાને દિવસે બન્ને ઝુલતા પુલમાં ફરવા આવ્યા હતા અને દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા દીકરો  ટીવીએસના શો રૂમમાં લગતા રાજકોટમાં સારો એવો પગાર મળવા લાગ્યો હતો અને તેનાથી ઘરમાં પરિવારને આર્થિક મદદ મળતી હતી એક દીકરો ગુમાવી દીધા બાદ હવે હું ને મારો મોટો  દીકરો હોઝીયારીની દુકાન ચલાવી છીએ સરકાર અને ઓરેવા તરફથી મળી સહાય મળી જેમાંથી પરિવારે થોડું દેવું હતું તે ચુકવ્યું બાકીના રૂપિયા એમના એમ પડ્યા છે અમારા માટે રૂપિયા કરતા દીકરો વધુ કિમતી હતો તેની પાસે રૂપિયાની કશી કિમત નથી કોર્ટ અને સરકાર પર અમને ભરોસો છે તેઓ ઓરેવા કંપની હોય કે નગરપાલિકા જે પણ જવાબદાર હોય તેને સજા આપશે તો અમારા દીકરાને શાંતિ મળશે. આજે પણ મારા દીકરા ભૌતિકનો ચહેરો મારી નજર સામે આવ્યા કરે છે તેના મોત પછી મને ચેન પડતો નથી ઘટના બાદથી મને કોઈ પણ પ્રકારનો ચેન પડતો નથી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW