જે મા બાપ આખી જિંદગી પોતાના સંતાનના ઉછેર અને તેના સારા ભવિષ્ય પાછળ ખર્ચી નાખતા હોય છે પરંતુ આવા જ સંતાન જ્યારે માબાપને સાચવવાનો સમય આવે ત્યારે તેમને તરછોડી રહ્યા છે આવી જ એક ઘટના તાજેતરમાં રાજકોટમાં સામે આવી છે રાજકોટમાં 75 વર્ષીય વૃધ્ધાને તેના સંતાને શરૂઆતમાં મિલકત પચાવી લેવા સારી રીતે રાખ્યા બાદ ફોસલાવી મોરબી ખાતે આવેલા મકાન પડાવી લઇ, તેમજ તેમના જીવન દરમિયાન ભેગી કરેલી મૂડી, દાગીના સહીતની વસ્તુ પડાવી લીધી હતી બાદમાં માતાને મારી ઘરમાંથી કાઢી મુકતા માતા દીકરી પાસે રહેવા મજબુર બની હતી ઘટના બાદ માતાએ રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરતા પોલીસે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના અયોધ્યા ચોક વિસ્તારમાં રહેતા વીણાબેન વિનોદ રાય નાયકે રાજકોટ પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેમના સંતાનમાં બે દીકરી અને ત્રણ દીકરા હોય એક દીકરી નાગપુર રહેતી હોય જયારે એક દીકરી રાજકોટ ખાતે રહેતી હોય જ્યારે તેમનો એક દીકરો પ્રકાશ વિનોદરાય માણેક મોરબીમાં રહેતો હોય જયારે બીજો દીકરો ચંદ્રેશભાઈ અને ત્રીજો દીકરો વિજયભાઈ રાજકોટમાં રહેતા હોય પતિના અવસાન બાદ એક પણ પુત્ર માતાને સાચવવા રાજી ન હોય જેથી તેઓ અગાઉ મોરબી તેમના માલિકીના મકાનમાં એકલા રહેતા હતા બાદમાં દીકરી જમાઈએ સમાધાન કરાવી જે માતા ને સાચવશે તેને માતાની તમામ સંપતી મળશે તેવી ખાતરી આપી હતી જે બાદ એક દીકરોઓ સાચવવા તૈયાર થયા હતા અને તેમણે રાજકોટ લાવ્યો હતો થોડા સમય સુધી સારી રીતે રાખ્યા બાદ એન કેન રીતે તેમણે મોરબીની મિલકત પચાવી વેચાણ કરી રૂ 9 લાખ અ ઉપરાંત 4 લાખ રૂપિયા મરણ મૂડી સાથે સાથે સોનના દાગીના સહિતનો મુદામાલ કબજે કરી લીધા હતા બાદમાં પોતાના અસલી રંગ દેખાડ્યા હતા અને માતાને ખાવા પીવાનું નહી અને બીમાર થાય તો સારવાર પણ ન કરતા હોવાથી તેઓ દીકરીના ઘરે જતા રહ્યા હતા અને બાદમાં તેઓએ તેના પુત્ર ચંદ્રેશ તેમની પત્ની ડીમ્પલ અને પૌત્ર વૈભવ સામે રાજકોટ પોલીસ કમિશ્રનર ને લેખિત રજૂઆત કરી જેના આધારે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે