Sunday, July 7, 2024
HomeGujaratવાંકાનેર,ટંકારા તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરવા માંગ

વાંકાનેર,ટંકારા તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરવા માંગ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ઓગસ્ટમહિના વરસાદ ખેચાયો છે જેના કારણે ચોમાસું પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોટા ભાગના ખેડૂતોને જો વહેલી તકે પાણી નહી મળે તો નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે જિલ્લાના ઘણા બધા ગામડા એવા છે જ્યાં હજુ સુધી કેનાલ નેટવર્ક પહોચી શક્યું નથી તેમજ આગામી દિવસોમાં વરસાદ થશે કે નહી તેના પણ કોઈ અણસાર નથી જેથી મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર બન્ને તાલુકાના ખેડૂતોને મોટા પાયે નુકશાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે વાંકાનેર અને ટંકારા તાલુકામાં સતત 28 દિવસથી વરસાદ નથી થયો તે સત્તાવાર નોધણી છે એટલે કે વાંકાનેર અને ટંકારા “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની શરત પૂર્ણ કરે છે. જેથી આ બન્ને તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવવામાં આવે તેવી માંગણી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તેમજ પ્રદેશ કોગ્રેસ ના મહામંત્રી શકીલ પીરઝાદાએ કરી છે .

આ મુદે જિલ્લા કલેકટરને રજૂઆત કરી મોરબી જિલ્લા કલેક્ટર નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલેતેમજ તેના આધારે રાજ્ય સરકાર વાંકાનેર અને ટંકારા તાલુકાને “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્ત જાહેર કરે અને સર્વે કરી પીડિત ખેડૂતોને પાક નુકશાનની સહાય ચૂકવે તેવી માંગણી કરી છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW