HomeGujaratહળવદના મેરુપર માં જૂની અદાવતમાં ત્રણ શખ્સે આધેડને પથ્થરના ઘા ઝીકી હત્યા...

હળવદના મેરુપર માં જૂની અદાવતમાં ત્રણ શખ્સે આધેડને પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ

હળવદ તાલુકાના મેરુપર ગામમા આવેલી વાડીમાં ઝુપડું બનાવીને રહેતા દેવજીભાઈ રવલાભાઈ ચૌહાણ નામના આધેડની ગુરુવારે વહેલી સવારે પથ્થરના ઘા ઝીકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા વાડી માલિક દ્વારા હળવદ પોલીસમાં ફોન કરી આધેડના મૃતદેહ અંગે માહિતી આપતા હળવદ પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હળવદ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો

બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા પથ્થર ના ઘા ઝીકી હતી કરી હોવાનું સામે આવ્યુ છે હત્યાનું કારણ અને કોણે કરી તે અંગે કોઈ વિગત સામે આવી શકી નથી પરંતુ હત્યા પાછળ સ્ત્રી પાત્ર જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ લગાવામાં આવી રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW