મોરબીના રવાપર ગામ ખાતે આવેલી રીયલ ક્રિકેટ એકેડમી ખાતે અલગ અલગ જિલ્લા અને રાજ્યની ક્રિકેટ ટીમ પ્રેકિટસ મેચ માટે આવતી હોય છે ત્યારે આ એકેડમીની ક્રિકેટ પીચ પર પ્રથમવાર મુંબઈની ઓમટ્રેકસ ક્રિકેટ એકેડમીની ટીમ મોરબી આવશે અને સાત દિવસ સુધી મોરબીની ક્રિકેટ ટીમ સાથે મેચ રમશે સ્થાનિક ક્રિકેટ ટીમને જરૂરી માર્ગદર્શન પણ આપશે આ ક્રિકેટ ટીમ 28 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન 5 વનડે અને 2 30 ઓવર ના એમ કુલ 5 ક્રિકેટ મેચ રમશે.

