૧૫ ઓગસ્ટના દિવસે પોતાના ઘર અને ઓફિસ પર લોકો ત્રિરંગો ફરકાવી શકે તેવા આશય થી મોરબીમાં સોમવારે ૧૦ કલાકે સુપર માર્કેટ નજીક ૨૧હજાર ત્રિરંગા નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ઘર ઘર ત્રિરંગાના અભિયાનને સફળ બનાવવા માટે ૨૧ હજાર ત્રિરંગા નુ નિ: શુલ્ક વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

