મોરબી નજીક આવેલા ભડિયાદ ગામની સીમમાં આવેલા એક કારખાનામાં કામ કરતા એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરી અને 8 વર્ષની દીકરીનું મૂળ માળિયા મિયાણાનો વતની અને રાજકોટના કોઠારિયામાં રહેતા શખ્સ રજાક ઈસા મુસાણી નામના શખ્સે બન્ને બહેનોને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હતો. આ અંગે સગીરાના પરિવારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક અસરથી બન્ને બાળકીઓ ની શોધખોળ કરી હતી અને આરોપી રજાક મુસાણીને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી તેના વિરુદ્દ્ધ કાયદેસર કાર્યવાહી હતી આરોપીની પૂછ પરછ કરતા આરોપીએ 14 વર્ષીય સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્ય હોવાનું પણ સામે આવતા પોલીસે આ ઘટનામાં આઈપીસી એક્ટ 376 (2) જે એન 376 (૩ ) તેમજ પોક્સો એકટ હેઠળ ગુન્હો નોધી ભોગ બનનાર સગીરા તેમજ આરોપીના મેડીકલ તપાસ હાથ ધરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

