મોરબીના એસબીઆઈ બેંકની સામે આવેલા ત્રિકોણ બાગ તરીકે જાણીતા અને પાલિકા દ્વારા વાહનો માટે પાર્કિગમાં ભારે વરસાદને પગલે એક વર્ષો જૂનું સુકાયેલ વૃક્ષ તૂટી પડ્યું હતું. આ વૃક્ષ એક પાર્ક કરેલી કાર પર પડતા કારને મોટું નુકશાન થયું હતું. બનાવ સમયે કારના માલિક ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.ત્રિકોણ બાગનો બગીચા તરીકે ઉપયોગમ બંધ કરીને તેમાં વાહનો માટે પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આથી આજે વૃક્ષ માટે પડતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારને નુકસાન થયું હતું. પણ સદનસીબે જાનહાની થઈ નથી.

