HomeGujaratમોરબીના ઘૂટું નજીક સિરામિક ફેકટરીમાં પેરોલ જંપ થયેલા હત્યાના આરોપીનું ઊંચાઈથી પટકાતા...

મોરબીના ઘૂટું નજીક સિરામિક ફેકટરીમાં પેરોલ જંપ થયેલા હત્યાના આરોપીનું ઊંચાઈથી પટકાતા મોત

મોરબી નજીક ઘૂંટુ રોડ પર આવેલા ઓપેક્સ સિરામીક નામની ફેકટરીમાં શુક્રવારે સવારે અયુબ સતારભાઈ શેખ નામનો ૫૫ વર્ષીય આધેડ કારખાનાના મજૂરી કામ કરતો હતો તે દરમિયાન ઊંચાઈથી પટકાતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું.ઘટના બાદ મૃત દેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી જે પી વસિયાણીના જણાવ્યા મુજબ મૃતક અયુબ મૂળ રાજકોટ નો વતની હોય અને મોરબીના ૮-૧૦ દિવસથી મોરબી આવ્યો હતો.આગાઉ તેના વિરૂધ્ધ રાજકોટ શહેરમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો અને આં ગુનામાં રાજકોટ જેલમાં બંધ હતો અને જોકે બે મહિના પહેલાં તેના પિતાનું અવસાન થતાં કોર્ટમાં થી તેને પેરોલ મળ્યા હતા જોકે પેરોલ પર ફરી હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW