હળવદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં જય કિશાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બને સંગ ડોડીયાની પેઢીમાં કામ કરતા કર્મચારી ઉમેશભાઈ નરસીભાઈ પારેજીયાએ ખેડૂત પાસે ખરીદેલા તલ બીજા વેપારીઓને બારોબાર વેચી દીધા હતા અને તેના લેણા નીકળતા 69.64 લાખ જેટલી નારસંગભાઈને આરોપી ઉમેશ પારેજીયાએ ચૂકવણી ન કરતા વેપારી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિશાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બને સંગ ડોડીયાનામના વેપારીની દુકાનમાં ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા નામની વ્યક્તિને રૂ ૧૦ હજારના પગારમાં રાખવામાં આવ્યો હતો આ કર્મચારી દ્વારા ની જય કિશાન ટ્રેડીંગ પેઢીના નામે
જુદી જુદી પેઢીઓ પાસે થી તલ ની કુલ રૂ ૩૭,૩૪,૧૧૪/- ની ખરીદી કરી હતી જેમાંથી રૂ.૧૨,૦૧,૬૪૫/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફથી વેપારી પેઢીઓને ચુકવવામા આવ્યા હતા છે જયારે રૂ .૨૫,૩૨,૪૬૯/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફ થી અન્ય વેપારી પેઢીઓને ચુકવવાના બાકી હતા આ સિવાય જય કિશાન ટ્રેડીંગ પેઢી મારફતે ખેડુતો પાસેથી વેપારીઓએ તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસે થી જય કિશાન ટ્રેડીંગ લેવાનારૂપીયા તથા જય કિશાન ટ્રેડીંગ પેઢીના કમીશન ના રૂપીયા મળી કુલ રૂપીયા ૩૨,૩૦,૭૫૪/-લેવાના હતા તે આરોપીએ લઈ ખરીદી તથા વેચાણકમીશન પેટેના કુલ રૂ ૬૯,૬૪,૮૬૮/- ની ફરીયાદીની જાણ બહાર પોતાની લઇ જઇ ફરાર થઇ ગયો હતો બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તેમના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

