વાંકાનેર નજીક આવેલ ચન્દ્રપુર ગામમાં સહકારી ક્ષેત્રને ખુબ મોટી જગ્યા જીનીંગ મિલ અને અન્ય ખેડૂત લક્ષી કામગીરી માટે સોપવામાં આવી હતી જોકે આ જગ્યા હાલ વાંકાનેરમાં એક ખાનગી ટ્રસ્ટના નામે કરવાની પ્રકિયા ચાલી રહી છે આગામી 2-3 દિવસમાં તેના દસ્તાવેજની પ્રકિયા હાથ ધરવાની છે. આ અંગે હિન્દુ સંગઠનો સુધી વાત પહોચતા ભારે રોષ વ્યાપી ગયો હતો અને આજે વાંકાનેર શહેર તાલુકા સહીત મોરબી જિલ્લાના હિન્દુ સંગઠનનાં આગેવાનો આજે કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને કલેકટર કચેરી બહાર સુત્રોચાચાર કરી આ પ્રકારની ખેડૂતોની કરોડા જમીન ખાનગી ટ્રસ્ટને સોપવા અંગે ચાલી રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો. આ મુદે આજે વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ,કિસાન સંઘ સહિતના વિવિધ આગેવાનોએ કલેકટરને આવેદન પત્ર આપી આગામી દિવસમાં દસ્તાવેજ થાય તે પહેંલા આ કામગીરી અટકાવવા માંગણી કરી હતી તેમજ જો આ અંગે કોઈ કડક એક્શન નહી લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી

