કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકીઓનો સફાયો કરવા અલગ અલગ જિલ્લાઓમાં અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે શુક્રવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ કાશ્મીર રાજોરી સેક્ટર કાંદી જંગલમાં કેટલાક આતંકીઓ ની હિલચાલ જોવા મળી હોવાની ભારતીય સેનાને બાતમી મળી હતી આ બાતમી આધારે ભારતીય સેનાની ટુકડી સ્થળ પર પહોચી હતી અને આતંકીઓના સફાયા માટે ઓપરેશન ત્રી નેત્ર ચલાવ્યું હતું ભારતીય સેનાના પેરા સ્પેશલ ફોર્સ અને રાષ્ટ્રીય રાયફલની ટીમ દ્વારા સયુક્ત અભિયાન ચલાવ્યું હતું અને આતંકીઓનું સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું આ દરમિયાન આતંકીઓ દ્વારા ભારતીય જવાનો પર બોમ્બ ફેકતા ભારતીય સેનાના 2 જવાન સ્થળ પર જ વીરગતિ પામ્યા હતા.

જયારે 4 જવાનોને ગંભીર ઈજા પહોચતા નજીક કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ ત્રણ જવાન શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે બીજી તરફ સેના દ્વારા હજુ સર્ચ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે જેમાં ઘણા બધા આતંકીઓ ફસાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
#BREAKING: Tragic news from Rajouri, Jammu & Kashmir. Three more Indian Army soldiers killed in action in the ongoing encounter with terrorists. Two soldiers were killed in action this morning. In total 5 soldiers killed in action. Operation continues. pic.twitter.com/qw1mxrB0JV
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 5, 2023
આર્મી જવાનો પર હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમદના પી એ એફ એફ ગ્રુપ દ્વાર લેવામાં આવી છે.