HomeGujaratમાળિયાના નાનાદહીંસરાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો! રૂ. 87,000નો મુદ્દામાલ જપ્ત

માળિયાના નાનાદહીંસરાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો! રૂ. 87,000નો મુદ્દામાલ જપ્ત

માળિયા તાલુકાના નાનાદહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ દિવસના સમયે પ્રવેશ કરી ગયો હતો. મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપિત માતાજીના આશરે 400 ગ્રામ વજનના નાના-મોટા 13 ચાંદીના છતર (કિંમત રૂપિયા 40,000) ની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે ગામના ઉપસરપંચે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 305 અને 331(1) મુજબ ગુનો નોંધાવ્યો હતો.

મંદિરમાં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઇ એસપી મુકેશ કુમાર પટેલે આપેલા આદેશને પગલે એલ.સી.બી. ઇન્ચાર્જ પી આઈ આર.સી.ગોહિલને સૂચના આપી હતી. જેના આધારે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સીસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ચોરી આચરનાર શખ્સ કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ-36-AQ-4125) લઈને માળિયા તરફથી મોરબી બાયપાસ રોડ તરફ આવી રહ્યો છે અને તેની પાસે ચોરીનો મુદ્દામાલ પણ છે. બાતમીના આધારે પોલીસે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી આરોપી કિશનભાઈ સુરેશભાઈ જાની (ઉં.વ. 26, રહે. બોની પાર્ક શેરી નં-7, રવાપર ગામ, મોરબી)ને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના છતર અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે નાનાદહીંસરા ગામની મંદિર ચોરીની કબૂલાત આપી હતી.

આરોપીએ અન્ય 4 મંદિરોની ચોરીની પણ કબૂલાત કરી:

1. લુંટાવદર ગામ: તા. 28/05/2026ના રોજ સવારના સમયે મોમાઈ માતાના મંદિરોમાંથી સોના અને ચાંદીના છતરની ચોરી કરી હતી.

2. હળવદ બસ સ્ટેશન: આશરે બે મહિના પહેલા રાત્રીના સમયે મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર ચોર્યા હતા.

3. હળવદ લક્ષ્મીનારાયણ ચોક: મામાદેવના મંદિરમાંથી રાત્રીના સમયે ચાંદીના 10 થી 11 છતરની ચોરી કરી હતી.

4. ઘુંટુથી માંડલ રોડ: આશરે વીસ દિવસ પહેલા દિવસના સમયે ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના છતરની ચોરી આચરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW